શ્રીજી વિલામાં ઉભરાતી ગટરથી રહીશો ત્રાહીમામ
સોસાયટીમાં બે વર્ષથી ઉભરાઈ રહી છે ગટર
ગટરના ગંદા પાણી સાથે રહેવા મજબૂર બન્યા રહીશો
ગ્રામ પંચાયતમાં રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય
રહીશોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ઉચ્ચારી ચીમકી
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની શ્રીજી વિલા સોસાયટીના રહીશો બે વર્ષથી ગટરના ઉભરાતા ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.અને આ સમસ્યાનું ચોક્કસ નિરાકરણ ન આવતા લોકો ત્રાસજનક પરિસ્થિતિ વચ્ચે જીવી રહ્યા છે.
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની હદમાં આવતા શ્રીજી વિલા સોસાયટીમાં બે વર્ષથી ગટરનું ગંદુ પાણી ઉભરાય રહ્યું છે.જેના કારણે સ્થાનિક રહીશો ભારે ત્રાસદાયક સ્થિતિ અનુભવી રહ્યા છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ નાના બાળકોને સ્કૂલમાં જતા ગંદકી ભર્યા પાણીમાંથી પસાર થવું પડે છે.આવતા જતા વાહનો પાણીના કારણે સ્લીપ થવાનો ભય સતાવી રહ્યો છે.
છેલ્લા બે વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમની રજૂઆત તંત્ર કે પછી ગ્રામ પંચાયતમાં ધ્યાને ન લેવાતા આજરોજ શ્રીજી વિલાના સ્થાનિકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા,અને બે દિવસની અંદર આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી છે. અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવાની પણ તૈયારી દર્શાવી છે.