Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રેવા હાઉસિંગ સોસાયટીના બંધ મકાનમાંથી ડુપ્લીકેટ દારૂની બોટલો મળી

31મી ડિસેમ્બર એટલે કેટલાક લોકો માટે શરાબ શબાબ અને કબાબ નો માહોલ....31મીની પાર્ટીઓમાં દારૂ પીનારો વર્ગ પણ હોય છે...

X

31મી ડિસેમ્બર એટલે કેટલાક લોકો માટે શરાબ શબાબ અને કબાબ નો માહોલ....31મીની પાર્ટીઓમાં દારૂ પીનારો વર્ગ પણ હોય છે...આ વર્ગના લોકો જે બૂટલેગર પાસેથી દારૂ લાવે છે તે બુટલેગરોએ પણ હવે મિલાવટ શરૂ કરી દીધું...વાડજ પોલીસે રેવા હાઉસિંગના એક બંધ મકાનમાં છાપો માર્યો હતો. મકાનમાંથી પોલીસને હાઇફાઇ બ્રાન્ડની દારૂની ખાલી બોટલો, ઢાંકણાઓ મળી આવ્યાં હતાં. સ્થળ પરથી મળેલી વસ્તુઓને જોતાં બુટલેગર દારૂમાં મિલાવટ કરતો હોવાનું જણાય આવે છે. પોલીસ હાલ તો બુટલેગર નિલેશ રાઠોડને શોધી રહી છે. નિલેશના ઝડપાયા બાદ જ ડુપ્લીકેટ દારૂ કૌભાંડમાં વધુ ખુલાસા થશે.

Next Story