Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદની રીક્ષાનું રૂપ બદલાયું, ઇ રીક્ષાનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરાયો

X

અમદાવાદમાં BRTS સેવાને વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પી.પી.પી ધોરણે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ઈ- રિક્ષા શરુ કરવામાં આવી છે. આ રીક્ષા હાલમાં શિવરંજની ચાર રસ્તાથી પ્રહલાદનગર ચાર રસ્તા સુધી લઈ જવામાં આવે છે. એ પણ માત્ર 10 રૂપિયામાં અને તેમને જે ભાડું આપે તેની સામે ટિકિટ પણ આપવામાં આવે છે.

અમદાવાદમાં BRTS બસનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરે અને BRTS બસ સ્ટેન્ડથી અન્ય કોઈ સ્થળે પહોંચવા માટે મ્યુન્સિપાલ કોર્પોરેશન દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં દોડતી બીઆરટીએસ સેવા હજુ પણ તમામ લોકોને આવરી નથી શકી ત્યારે વધુમાં વધુ લોકોને જોડી શકાય એવા આશયથી અમદાવાદ મનપાએ પીપીપી ધોરણે ઇ-રિક્ષા સેવાનો નવતર પ્રયોગ કર્યો છે. કારણ કે બીઆરટીએસ નિર્ધારીત માર્ગો પરથી જ પસાર થાય છે. આથી અન્ય મહત્વના રસ્તા પર રહેલી ઓફિસ કે મકાન સુધી પહોંચવામાં મુસાફરોને ભારે તકલીફ પડતી હોય છે.

મુસાફરોની આ તકલીફને ધ્યાને લઇ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ઇ રિક્ષાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેશનથી પ્રહલાદનગર, સરખેજ હાઇવે સુધી આ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં શિવરંજની થી કોઇ પણ મુસાફર માત્ર 10 રૂપિયાની ટિકિટ લઈ શ્યામલ, આનંદનગર, પ્રહલાદનગર થી સરખેજ હાઇવે સુધી મુસાફરી કરી શકશે.

આ ઇ-રિક્ષા ડ્રાઇવર પાસે એક બુકલેટ છે જેમાંથી દરેક મુસાફરને 10 રૂપિયાની જીએસટી સહિતની ટિકિટ આપવામાં આવે છે. જો ડ્રાઇવર ટિકિટ નહીં આપી હોવાનું માલુમ પડશે તો જે તે પેસેન્જરની ટ્રીપ ફ્રી રહેશે. હાલના તબક્કે મુસાફરોનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તમામ રિક્ષાઓ જીપીએસ થી સજ્જ છે તથા તેના પર એક ટોલ ફ્રી નંબર રાખવામાં આવ્યો છે જેના પર મુસાફર પોતાની કોઇ ફરિયાદ હોય તો તે કરી શકે છે.

હાલમાં પીપીપી ધોરણે ચાલુ કરેલ ઈ- રીક્ષા નો પાયલોટ પ્રોજેક્ટ જો સફળ રહ્યો તો આગામી સમયમાં અમદાવાદમાં જ્યાં BRTS બસ નથી પહોંચતી ત્યાં હવે ઈ-રીક્ષા ચાલુ કરી લોકો વધુમાં વધુ BRTS સેવાનો ઉપયોગ કરે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Next Story