Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા હોવાના 2 મહિના બાદ પણ અરજદારોને નથી મળ્યું લાયસન્સ...

અમદાવાદમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા 2 મહિના બાદ પણ લોકોને લાયસન્સ નથી મળ્યા. લોકોને ટેસ્ટ આપ્યા 2 મહિના થઇ ગયા છતાં,

અમદાવાદ : ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા હોવાના 2 મહિના બાદ પણ અરજદારોને નથી મળ્યું લાયસન્સ...
X

અમદાવાદમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા 2 મહિના બાદ પણ લોકોને લાયસન્સ નથી મળ્યા. લોકોને ટેસ્ટ આપ્યા 2 મહિના થઇ ગયા છતાં, હજુ સુધી શહેરમાં 25 હજાર લોકોને લાયસન્સ નથી મળ્યા. ઓનલાઈન સ્ટેટસમાં લાયસન્સ ડિસ્પેચ થયું બતાવે છે. RC બુક આપવામાં પણ ધાંધિયા જોવા મળી રહ્યાં છે. RC બુક પણ 7 દિવસના બદલે 37 દિવસે આવે છે. આથી શહેરીજનો લાયસન્સ અને RC બુક લઇને ભારે પરેશાન થઇ ગયા છે.

રાજ્ય સરકારે ડ્રાઈવિંગ લાયસન્સ માટે નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. લાયસન્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ હાલ સિલ્વર ટચ કંપની પાસે છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ સહિતની સુવિધાઓમાં રાહત અપાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન અને માલિકી ટ્રાન્સફર જેવી સુવિધાઓ માટે કેન્દ્ર સરકારે રાહત આપી છે. એવું કહેવાય છે કે, 58 એવી સુવિધા સાથે જોડાયેલા કામો માટે હવે તમારે RTOના ધક્કા ખાવા પડશે નહીં. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના માટે લીલી ઝંડી આપી દીધી છે. મંત્રાલયે સ્વૈચ્છિક રીતે આધાર વેરિફિકેશન દ્વારા 58 સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઈન કરી દીધી છે. મંત્રાલયે શનિવારે તેના માટે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. નોટિફિકેશન અનુસાર, આ સેવાઓ સંપર્ક રહિત અને ફેસલેસ રીતે આપવામાં આવશે. તેનાથી લોકોને સમય બચશે અને તેનો બોઝ ઓછો થશે. સાથે જ આરટીઓની ઓફિસોમાં ભીડ ઓછી થશે. તેનાથી સરકારી કામમાં સુધારો પણ આવશે. ઓનલાઇન મળતી સેવાઓમાં લર્નિગ લાયસન્સ માટે અરજી, લર્નિંગ લાયસન્સમાં સરનામું, નામ, ફોટો, ફોટો બદલવો, ડુપ્લીકેટ લર્નિંગ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ કાઢવાની જોગવાઈઓ વગેરે સામેલ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાયસન્સ પરમીટ આપવા, કંડકટર લાયસન્સમાં સરનામું બદલવા જેવા કામો માટે પણ હવે આરટીઓ ઓફિસ જવાની જરૂર નહીં પડે.

Next Story