અમદાવાદ : ઉતરાયણ ભલે ઉજવો પણ નિયમોનું કરજો પાલન, પોલીસ રાખશે તમારા પર નજર

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પતંગના પર્વ ઉતરાયણની ઉજવણી થવા જઇ રહી છે. કોરોનના સંક્રમને રોકવા સરકારે કેટલીક પાબંધીઓ જાહેર કરી છે

અમદાવાદ : ઉતરાયણ ભલે ઉજવો પણ નિયમોનું કરજો પાલન, પોલીસ રાખશે તમારા પર નજર
New Update

 કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પતંગના પર્વ ઉતરાયણની ઉજવણી થવા જઇ રહી છે. કોરોનના સંક્રમને રોકવા સરકારે કેટલીક પાબંધીઓ જાહેર કરી છે ત્યારે અમદાવાદ પોલીસ ગાઈડલાઇનનો કુસ્ત અમલ કરવા સજ્જ બની છે .

કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણના તહેવારને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. અમદાવાદ શહેરમાં પોલીસ ત્રીજી આંખ એટલેકે ડ્રોનથી નજર રાખશે. ઉતરાયણના દિવસે 11 DCP, 21 ACP, 63 PI, 207 PSI અને 4 SRP કંપની સહિત 10 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત રહેશે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને લઇને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કોઇ પણ જાહેર સ્થળોએ, ખુલ્લા મેદાનોમાં રસ્તાઓ પર એકત્રિત નહીં થઇ શકાય અને પતંગ ઉડાવી શકાશે નહીં તો મહામારીને લઇને પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવણી કરવાની સૂચના અપાઇ છે.જેમાં ડ્રોનની મદદથી પોલીસ ધાબા પર નજર રાખશે. માસ્ક વિનાના કોઇપણ વ્યકિત પતંગ ઉડાવાના હેતુથી એકત્રિત થઇ શકશે નહીં. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજીયાતપણે કરવાની રહેશે. જાહેરનામું ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. લાઉડ સ્પીકર, ડીજે વગાડીને ભીડ એકત્રિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

#Connect Gujarat #Ahmedabad #Gujarat Police #DGP Gujarat #HarshSanghavi #KiteFlying #Guideline2022 #Ashish Bhatiya #Drone View #Music System
Here are a few more articles:
Read the Next Article