Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રૂઢી ચુસ્ત પરંપરાને દૂર કરવા પ્રયોગ, રજસ્વલા-પિરિયડ્સમાં રહેલ સ્ત્રીઓએ રેસ્ટોરન્ટમાં બનાવ્યું જમવાનું

અમદાવાદમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અડેલી નામક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.

X

અમદાવાદમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અડેલી નામક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં રજસ્વલા-પિરિયડ્સમાં રહેલ સ્ત્રીઓ પાસે હોટલમાં જમવાનું બનાવી આગેવાનોને ભોજન જમાડવામાં આવ્યું હતું. રૂઢીચુસ્ત પરંપરા દૂર કરવા આ અભિગમ હાથ ધરવામાં આવ્યો છે.

વર્ષોથી ભારતભરમાં એક પરંપરા ચાલતી આવે છે કે મહિલાઓ ને 3 થી 4 દિવસ તમને ઘરમાં પણ તે મહિલાના હાથે પાણી પણ નથી પિતા ત્યારે રજસ્વલા-પિરિયડ્સમાં સ્ત્રીઓને ત્રણ-ચાર દિવસ દૂર બેસવાનો રિવાજ છે. આ સમય દરમિયાન સ્ત્રીઓએ ક્યાંય અડકવું નહીં, રસોડાથી દૂર રહેવું, રસોઈ ના બનાવવી વગેરે વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. પ્રાથમિક સર્વેના આધારે વર્ષો જૂની પરંપરાને પડકારવા અમદાવાદની ત્રણ સંસ્થા આગળ આવી છે. મહિનાના 26 દિવસ સુધી જે માતા-પત્ની કે બહેન રસોડામાં જમવાનું બનાવીને આપતી હોય તેના હાથનો સ્વાદ આ ચાર દિવસ દરમિયાન બદલાતો નથી તે મેસેજ આપવા અને સોશ્યલ ટેબૂને દૂર કરવાના પ્રયાસરૂપે આ પહેલ કરવામાં આવી છે.યુનિપેડ્સ, માનવ સાધના અને સાથ એનજીઓએ આ પહેલને 'અડેલી' નામ આપ્યું છે. પ્રહલાદનગરની એક રેસ્ટોરેન્ટ ખાતે આ પહેલની એનોખી રીતે શરૂઆત થઈ હતી અને માત્ર રજસ્વલા સ્ત્રીઓએ જ જમવાનું બનાવી પીરસ્યુ હતું.રજસ્વલા સ્ત્રી ઓએ બનાવેલી વાનગીને જમવા અમદાવાદના 80 જેટલા નામાંકિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. શહેરના જે 80 લોકોને બોલાવવામાં આવ્યા હતા તેમાં જાણીતા ક્રિકેટર પાર્થિવ પટેલ, રાજકારણીઓ સહિત આગ્રગણ્ય નાગરિકો હાજર રહ્યા હતા અને ભોજન આરોગયુ હતું

'અડેલી' ચળવળને પ્રથમ અમદાવાદમાં લોન્ચ કર્યા બાદ દેશના શહેરોમાં લોન્ચ કરાશે. એક જ ક્ષણે સમાજમાં પરિવર્તન લાવવું મુશ્કેલ છે. એવા લોકો કે જેમનો સમાજમાં ઓપિનિયન મહત્વનો છે તેવા રાજકીય આગેવાનો, સમાજના અગ્રણીઓ, બિઝનેસમેન-વિમેન જેવા શહેરના પ્રભાવશાળી લોકોને આ ચળવળમાં જોડવામાં આવ્યા છે

Next Story