/connect-gujarat/media/post_banners/1a7c9ab67738089a064339fa60dd8c84b4dae333319915202bcc8ba0854da3c8.jpg)
અમદાવાદ શહેરમાં ઓવર સ્પીડમાં રીક્ષા ચલાવનારને ઠપકો આપનાર ટુ વ્હીલર સવાર પર રીક્ષા ચાલકે લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, હુમલો કર્યાના લાઈવ CCTV ફૂટેજ સામે આવતા ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી. ગત શનિવારની રાત્રે ચાંદખેડા સ્મશાન રોડ પર રિક્ષા ચાલક રાકેશ દંતાણી ગફલતભરી રીતે રીક્ષા હંકારી રહ્યો હતો, ત્યારે નજીકમાંથી ટુ-વ્હીલર સવાર જગદીશ દત્ત તેમની પત્ની સાથે જઈ રહ્યા હતા.
તે સમયે રીક્ષા ચાલક ઓવર સ્પીડ પર ચલાવતા જગદીશભાઈએ રીક્ષા ચાલકને બૂમ પાડીને રોક્યો હતો. જે બાદ રીક્ષા ચાલકને ઠપકો આપતા ઉશ્કેરાઇ જઈ જગદીશ દત્ત પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો. જોકે, સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે બાદ ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રીક્ષા ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.