New Update
/connect-gujarat/media/post_banners/c3a8d2dad3bbed6f8be25c8eb631f4a30421276cc4fc1f59135441f4ff2c4f32.jpg)
અમદાવાદમાં પહેલીવાર યોજાય રહેલ અર્બન 20માં ભાગ લેવા આવેલ વિદેશી ડેલિગેટ્સ દ્વારા વિવિધ ઐતિહાસિક ધરોહરની મુલાકાત લેવામાં આવી હતી.
અમદાવાદમાં પહેલીવાર અર્બન 20 બેઠક યોજાઈ રહી છે ત્યારે દેશ વિદેશના ડેલિગેટ્સ પધાર્યા છે. અર્બન 20 બેઠકમાં સહભાગી થવા આવેલા પ્રતિનિધિઓએ સિદી સૈયદની જાળી, હઠીસિંહના દેરા અને અડાલજની વાવની પણ મુલાકાત લીધી હતી. અર્બન-20 બેઠકની પ્રાથમિકતાઓમાં જળ સુરક્ષાનો પણ સમાવેશ થાય છે ત્યારે અડાલજની વાવની આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે.