Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ઇન્શ્યોરન્સ પોલિસીનું રિફંડ આપવાના બહાને છેતરપિંડી, મુખ્ય સાગરીત પોલીસ ગિરફ્તમાં...

લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું રિફંડ આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સાગરીતની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.

X

લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું રિફંડ આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સાગરીતની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં અમદાવાદ, દિલ્હી, મુંબઇ સહિતના 5થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે. જે ગુનામાં કુલ 1 કરોડ 72 લાખની રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ આલોક ગોયલ છે. જે મૂળ ઉત્તર પ્રદેશ ગાજીયાબાદનો રહેવાસી છે, અને દિલ્હીમાં રહી મોટી છેતરપિંડી આચરતો હતો. આરોપી એવા ગ્રાહકોનો ડેટા મેળવતો હતો કે,

જે ગ્રાહકોને વિમા કંપની સાથે તકરાર ચાલતી હોય. તેવા ગ્રાહકોની માહિતી મેળવી વિમો ફરી શરૂ કરવા અથવા પોલીસી રિફંડ કરવાના બહાને અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા પડાવતો હતો. અમદાવાદની મહિલા સાથે 45 બેંક એકાઉન્ટમા રૂપિયા 91.76 લાખ પડાવી લીધા હતા. આ છેતરપિંડી આચરવા માટે આરોપી GICB અને NPCIના બનાવટી લેટર પેડનો પણ ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યુ છે. સાથે જ છે ગુનાની રકમનો આંક 1.72 કરોડ થાય છે. જેથી આરોપીની પૂછપરછમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ગુનાનો ભેદ ઉકેલાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Next Story