Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: હાઇકોર્ટ ખાતે કાયદા ભવનનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો,લોકોને ઝડપી ન્યાય મળે એ માટે કરવામાં આવ્યું મંથન

ગુજરાત હાઇકોર્ટ ખાતે કાયદા ભવનનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.રાજ્યના કાયદામંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સામાન્ય લોકોને ઝડપી ન્યાય મળે તે માટે મંથન કરવામાં આવ્યું હતું

X

ગુજરાત હાઇકોર્ટ ખાતે કાયદા ભવનનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.રાજ્યના કાયદામંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સામાન્ય લોકોને ઝડપી ન્યાય મળે તે માટે મંથન કરવામાં આવ્યું હતું

રાજ્યની નીચલી અને હાઇકોર્ટમાં હજારો કેસ પેન્ડિંગ છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.સરકારી વિભાગો અને ન્યાયતંત્ર વચ્ચે સંકલન બાબતે આ સ્નેહમિલનમાં ચર્ચા કરવામાં આવી તો સાથે સિસ્ટમમાં યોગ્ય સુધારા વધારા કરીને તેમજ સરકારી વકીલો તરફથી આવતા હકારાત્મક સૂચનો અને સલાહોને પોલીસી મેકિંગમાં ઇમ્પ્લાન્ટ કરવા માટે પણ મંથન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુંકે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વિકાસ નો મજબૂત પાયો નાખ્યો છે. લોકોને આજે ન્યાયપાલિકા પર વિશ્વાસ વધ્યો છે. લોકોને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તે માટે રાજ્યનું ન્યાયતંત્ર હંમેશા કાર્યશીલ રહ્યું છે. લોકોને સરળતાથી અને સહજતાથી ન્યાય મળે એ માટે આપણે હંમેશા આ જ રીતે આગળ વધવાનું છે અને કાર્ય કરતાં રહેવાનું છે એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે સિનિયર એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, પબ્લિક પ્રોસિક્યુટર મિતેષ અમીન, કાયદા સચિવ પ્રિયેન રાવલ,સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

Next Story