અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યુ, ફેડરેશનની સત્તાવાર જાહેરાત

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાય તે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. આ પ્રયાસોના અંતે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની યજમાની મળી છે

New Update
Commonwealth Games

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદ માટે થયેલી મીટિંગમાં અમદાવાદને યજમાન પદ આપવા માટે મહોર લાગી છે. સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ ભારત તરફથી એક ડેલીગેશન પહોંચ્યું છે. આ ડેલિગેશનની હાજરીમાં જ અમદાવાદને યજમાન પદ આપવાની જાહેરાત કરવામાં આવી છે.  

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાય તે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. આ પ્રયાસોના અંતે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની યજમાની મળી છે.  ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને કોમનવેલ્થ ફેડરેશન દ્વારા મંજૂર કરવામાં આવી છે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શું કહ્યું.?

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેનું આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે તૈયાર છે.

Latest Stories