અમદાવાદ : સગીરા બની લવ જેહાદનો ભોગ, લઘુમતી યુવાને સગીરાનું કરાવ્યું ધર્મ પરિવર્તન

અમદાવાદ શહેરમાં વધુ એક લવ જેહાદ ની ઘટના પ્રકાશમાં આવી છે. શાસ્ત્રીનગરમાં રહેતી સગીરાને લઘુમતી કોમનો યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો...

New Update

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ રિયાઝ મેમણ છે.આરોપી પાલનપુરમાં ઓટોમોબાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે..આરોપી અને સગીરા 2019 માં ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક માં આવ્યા હતા.જોકે રિયાઝ મેમણે ઇન્સ્ટાગ્રામ પર કબીર ખાન નામે એકાઉન્ટ બનાવ્યું હતું. આરોપી સગીરાને મળવા માટે પાલનપુરથી આવતો હતો..૧૧ તારીખે આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી જયપુર લઈ જઈ તેનો ધર્મ પરિવર્તન કરાવ્યું હતું...અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે શારીરીક સંબંધો બાંધ્યાં હતાં.

પોલીસે પાલનપુરથી સગીરાને હેમખેમ છોડાવી આરોપીની ઝડપી પાડયો છે. પોલીસે વધુ તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.આરોપી એ સગીરા સાથે લગ્ન કરી જયપુર ખાતે લઈ જઈ જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.આરોપીના અગાઉ એક લગ્ન થયા હોવાની પણ પોલીસ તપાસમાં સામે આવી છે...

Latest Stories