Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સોમવારે ભારતબંધના એલાનને ગુજરાત કોંગ્રેસનું સમર્થન,કૃષિ કાયદાના વિરોધમાં અપાયું છે એલાન

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં સોમવારના રોજ અપાયેલ ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસ દ્વારા સમર્થન

X

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં સોમવારના રોજ અપાયેલ ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે..

અમદાવાદમાં રાજીવગાંધી કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ જેમા કોંગ્રેસ પ્રદેશ કિસાન સંઘના ચેરમેન દ્નારા સરકાર દ્વારા લગાવેલા ત્રણ એક્ટએ ખેડુત વિરોધી છે. ફાર્મિગ એક્ટથી ગુજરાતના ખેડૂતો છેતરાય છે. તે અંતર્ગત આગામી 27 સપ્ટેમ્બર દ્વારા અખિલ ભારતીય કિસાન સંધ સમન્વય અને સંયુકત કિસાન સંઘ મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ ભારત બંધને સમર્થન આપ્યું છે.કોંગ્રેસ પ્રદેશ કિસાન સંધ દ્નારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સરકાર પર આક્ષેપ કરતા જણાવાયું હતુ કે સરકાર દ્વારા ત્રણ ખેડુત વિરોધી કાયદા લાવવામાં આવ્યા છે જે APMC એક્ટ,આવશ્ય ચીજ વસ્તુ ઘારો,ફાર્મિગ એક્ટથી ખેડુતો છેતરાયા છે. તેથી આગામી 27 સપ્ટેમ્બર દ્વારા અખિલ ભારતીય કિસાન સંધ સમન્વય અને સંયુકત કિસાન સંધ મોરચા દ્નારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્નારા આ ભારત બંધને સમર્થન આપ્યુ છે.અને તમામ ખેડુતોને બંધમાં જોડાવાની અપીલ કરવામાં આવી છે

Next Story