Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: GMDC ખાતે ગુજરાત ડ્રોન મહોત્સવ યોજાયો; સીએમ ભુપેન્દ્ર પટેલ રહ્યા હાજર

ગુજરાત ડ્રોન મહોત્સવ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ હાજરી આપી હતી

X

અમદાવાદ GMDC ખાતે ગુજરાત ડ્રોન મહોત્સવ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ હાજરી આપી હતી. છેલ્લા વર્ષોમાં ડ્રોન વિવિધ સરકારી અને વ્યાપાર ક્ષેત્રો જેમ કે સંરક્ષણ અને લશ્કરી સંસ્થા, ખેતીવાડી, વન, સર્વે, આરોગ્ય, ફાયર વિભાગ તેમજ અન્ય ક્ષત્રોમાં ખુબ મહત્વપૂર્ણ સાબિત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2030 સુધીમાં ભારત ડ્રોન મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાના આપેલા વિઝનને ધ્યાનમાં રાખી દેશના વિવિધ રાજ્યોમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય ડ્રોન-જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. રાજ્યમાં ધોલેરા ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને હબ બની શકે છે. આ કાર્યક્રમમાં જુદી-જુદી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો, ખેડુતો મળીને 400થી 500 લોકોએ ભાગ લીધો છે.

કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ મુખ્ય સ્પોન્સર તરીકે અને અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ સ્પોન્સર તરીકે અને બ્લુ-રે એવિએશન કો-સ્પોન્સર તરીકે જોડાયેલા છે. નાગરિક ઉડડયન મંત્રાલય તરફથી ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રદીપ પટેલને આ કાર્યક્રમના ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઇ હતી. આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની ડ્રોન ટેકનોલોજી અને તેની એપ્લીકેશનનું ડેમોન્સ્ટ્રેશન વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ અને વિવિધ ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા કરવામાં આવ્યું. તેમજ મહેસાણા એસ.પી. ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સિક્યુરિટી વિભાગમાં થતા ડ્રોનના ઉપયોગ વિષય પર ચર્ચા પણ કરાવામાં આવી હતી. અહીં ભાગ લેનાર દરેક કંપનીનું માનવું છે કે આ દરેક ડ્રોન ભારતીય સેના માટે મદદગાર સાબિત થશે અને દુશમન સેના માટે આ ડ્રોન હાનિકારક થશે અહીં અલગ અલગ અનેક કંપનીઓ પોતાની પ્રદર્શની લગાવી છે.

Next Story
Share it