New Update
નશામુક્ત રાજ્ય માટેનું અભિયાન
213 એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ યુનિટ્સ કાર્યરત
પોલીસ દળમાં 177 નવી નિમણૂક કરાઈ
1711 જેટલા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા
હોટલાઇન અને વોટ્સએપ નંબર પણ જાહેર કરાયા
નશા વિરુદ્ધના અભિયાનને વેગ આપતા ગુજરાત સરકારે રાજ્યમાં 213 નવા ‘એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ યુનિટ્સ કાર્યરત કર્યા છે. આ પહેલના ભાગરૂપે અમદાવાદમાં નવી ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં 177 નવી નિમણૂકો દ્વારા પોલીસ દળને વધુ સુદ્રઢ બનાવવામાં આવ્યું છે.
નશામુક્તિનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે અત્યાર સુધીમાં 1711 જેટલા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા છે, જેનાથી અંદાજે 17.5 લાખ નાગરિકો લાભાન્વિત થયા છે. આ ઉપરાંત, નશાબંધી અંગેની ફરિયાદો માટે ખાસ હોટલાઇન અને વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
Latest Stories