Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગુજરાતની મહિલા ફૂટબોલ ખેલાડીઓ નેશનલ ગેમ્સમાં ઘરઆંગણે ગોલ્ડ મેડલ જીતવાની તક નહીં ચૂકે…

શહેરનું નિકોલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, જ્યાં ગુજરાતની મહિલા ફૂટબોલ ખેલાડીઓ જોમ અને જુસ્સા સાથે નેશનલ ગેમ્સમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા પરિશ્રમ કરી રહ્યા છે.

X

ભારતનો સૌથી મોટો રમતોત્સવ એટલે કે, 36મી નેશનલ ગેમ્સની યજમાની આ વર્ષે ગુજરાત કરી રહ્યું છે, ત્યારે ફૂટબોલમાં મહિલા ખેલાડીઓ માટે અમદાવાદમાં વિશેષ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ખેલાડીઓ નેશનલ ગેમ્સ માટે તૈયારી કરી રહ્યા છે.

આ છે, અમદાવાદ શહેરનું નિકોલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, જ્યાં ગુજરાતની મહિલા ફૂટબોલ ખેલાડીઓ જોમ અને જુસ્સા સાથે નેશનલ ગેમ્સમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા પરિશ્રમ કરી રહ્યા છે. ફૂટબોલમાં ઘરઆંગણે જ ગોલ્ડ મેડલ જીતવા માટે ગુજરાતની મહિલા ટીમની અહીં વિશેષ તાલીમ લઈ રહી છે. રાજ્યભરમાંથી પસંદગી પામેલ 23 મહિલા ફૂટબોલ પ્લેયરને શ્રેષ્ઠ કોચ દ્વારા શ્રેણીબદ્ધ તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતને મેડલ મળે તે માટે પ્રિ-નેશનલ કોચિંગમાં ફૂટબોલ કોચ દ્વારા ફાઈનલ સ્ટેજની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જોકે, ગુજરાતના ખેલાડીઓને પ્રથમવાર પોતાના ઘરઆંગણે જ ગોલ્ડ મેડલ જીતવાની તક મળી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ખેલાડીઓને જરૂરી સાધનો, ગ્રાઉન્ડ તેમજ રહેવા-જમવા સહિતની શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસંદગી કરી ગુજરાત માટે એક મજબૂત ફૂટબોલ મહિલા ટીમ બનાવવામાં આવી છે, ત્યારે તા. 29મી સપ્ટેમ્બરથી શરૂ થતી નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા આ મહિલા ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહિત છે.

Next Story