અમદાવાદ: ગુજરાતી ફિલ્મ 'ડ્રામેબાજ'ની સ્પેશલ સ્ક્રિનિંગમાં ઉમટ્યા ગુજરાતી કલાકારો

કોરોના કાળ બાદ થિયેટરો અને મલ્ટીપ્લેક્સ અને રંગમંચ ધમધમવા લાગ્યા છે. ત્યારે ડ્રામાથી ભરપૂર એક નવી ગુજરાતી ફિલ્મ આવી છે.

New Update
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ 'ડ્રામેબાજ'ની સ્પેશલ સ્ક્રિનિંગમાં ઉમટ્યા ગુજરાતી કલાકારો

કોરોના કાળ બાદ થિયેટરો અને મલ્ટીપ્લેક્સ અને રંગમંચ ધમધમવા લાગ્યા છે. ત્યારે ડ્રામાથી ભરપૂર એક નવી ગુજરાતી ફિલ્મ આવી છે. ડ્રામેબાજ નામની આ ગુજરાતી ફિલ્મ એન્ટરટેનમેન્ટ અને કોમેડી ફિલ્મ છે જેનું અમદાવાદમાં સ્પેશલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું.

છેલ્લા બે વર્ષથી કોરોના કાળને કારણે રંગમંચ અને થિયેટર સુના પડયા હતા. ત્યારે હવે થોડી છૂટછાટ મળતા નવી ગુજરાતી અર્બન મુવી 'ડ્રામેબાજ' ગુજરાતી દર્શકોને આકર્ષશે. આ મુવીના સ્ક્રિનિંગમાં જાણીતા ગુજરાતી કલાકાર, રંગમંચના કલાકારો પણ હાજર રહ્યા હતા. આ ફિલ્મ એક મલ્ટીપલ કોમેડી મુવી છે. આ ફિલ્મમાં અભિનય કરનાર મોટા ભાગના કલાકારો રંગમંચ સાથે જોડાયેલા છે. આ ફિલ્મ શરૂઆતથી અંત સુધી ગુજરાતી દર્શકોને જકડી રાખશે, તેવો વિશ્વાસ ફિલ્મના ડાયરેક્ટરે વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી અર્બન ગુજરાતી ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ રહી છે. ત્યારે 'ડ્રામેબાઝ' ફિલ્મમાં મ્યુઝિક, ડાયલોગ્ઝ અને મલ્ટીપલ કોમેડી દર્શકોને પસંદ આવે એવું માનવામાં આવી રહ્યું છે. ફિલ્મના થયેલા સ્ક્રિનિંગમાં અનેક નામાંકિત કલાકારો મ્યુઝિક કંપોઝર અને શહેરના પ્રતિષ્ઠિત નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories