/connect-gujarat/media/post_banners/7ef272131b4e163a6355c39556861414dcb50140ef570e79d6c2f958ff85656f.jpg)
દેશભરમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ રૂરલ હેડ ક્વોટર્સ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેર પોલીસ કમિશનર દ્વારા શાહીબાગ સ્થિત પોલીસ હેડ ક્વોટર્સ ખાતે પણ ધ્વજવંદન સહિતનો કાર્યક્રમ યોજાયો હતો.અમદાવાદના રૂરલ પોલીસ હેડ ક્વોટર્સ ખાતે 73મા પ્રજાસતાક પર્વ નિમિત્તે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધ્વજવંદન, પોલીસ પરેડ, સન્માન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતું કે, અત્યાર સુધી 4.71 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને 4.63 કરોડ લોકોને બીજો ડોઝ અપાય ચૂક્યો છે. ઉપરાંત 15થી 18 વર્ષના કિશોરો માટે પણ વેક્સિન કાર્ય શરૂ કરાતા 90 ટકા કિશોરોનું રસીકરણ થઈ ગયું છે. આ સાથે જ કોરોના કાળમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર આરોગ્ય કર્મીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, IG, SP સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
73માં પ્રજાસતાક દિવસની ઉજવણી નિમિત્તે શાહીબાગ સ્થિત પોલીસ હેડ ક્વોટર ખાતે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના હસ્તે ધ્વજવંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરાય હતી. અલગ અલગ પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ પરેડનું પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓનું સન્માન તથા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયા હતા. પ્રજાસતાક દિવસની ઉજવણી નિમિત્તે દેશ ભક્તિના ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કહેર મચાવી રહેલા કોરોનાના કારણે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.