ઓગમેન્ટેડ આઈડેન્ટીટીમાં વૈશ્વિક લીડર IDEMIAએ અમદાવાદમાં તેની ભાગીદાર ઈવેન્ટમાં કોન્ટેક્ટ અને કોન્ટેકલેસ બાયોમેટ્રિક ઉપકરણો, વિશ્લેષણાત્મક ઉકેલો અને ડેસ્કટોપ સેન્સરની શ્રેણીનું પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદ ખાતે યોજાયેલ પ્રદર્શનને જોતાં બાયોમેટ્રિક્સમાં 40 વર્ષથી વધુના અનુભવ અને વિશ્વભરમાં 4 બિલિયનથી વધુ ફિંગરપ્રિન્ટ્સના સંચાલન સાથે, IDEMIAએ બાયોમેટ્રિક ટેક્નોલોજીમાં નિર્વિવાદ અગ્રણી છે. IDEMIAની અલ્ગોરિધમ્સ અને સેન્સર ટેક્નોલોજી તેમજ ઉત્પાદન ડિઝાઇન અને ઉત્પાદન કુશળતા સાથે તેને મોટા ભાગની પ્રતિષ્ઠિત સંસ્થાઓ માટે પસંદગીની ભાગીદાર બનાવે છે. IDEMIAના કોન્ટેક્ટ અને કોન્ટેક્ટલેસ ફિંગરપ્રિન્ટ, પ્રિન્ટ અને ફેશિયલ રેકગ્નિશન રીડર્સ સહિતના સોલ્યૂશન્સ વિશ્વભરના એરપોર્ટ, કોર્પોરેટ ઓફિસ, મેન્યૂફેક્ચરિંગ સેટ અપ, વેરહાઉસ, ઓઈલ અને ગેસ પ્લાન્ટ, હોસ્પિટાલિટી સહિત અનેક જગ્યાએ લગાવવામાં આવ્યા છે. ગુજરાતના સુરત સ્થિતિ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્ઝ સાથે જોડાવાનો ગર્વ છે. ડાયમંડ બુર્ઝ 66 લાખ ચોરસ ફૂટની ઉપલબ્ધતા સાથે 35.54 એકરમાં ફેલાયેલો છે. આ વિસ્તારમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય વેપારીઓ માટે 4000 ઓફિસનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિષ્ઠિત સ્થળને વિશ્વ કક્ષાની કોન્ટેક્ટલેસ બાયોમેટ્રિક એક્સેસ પ્રોડ્ક્સમાંથી એક સાથે સુરક્ષિત કરવામાં આવી રહી છે. IDEMIAના APAC & INDIAના વાઈસ પ્રેસિડેન્ટ કોર્પોરેટ આઈડી પીયુષ જૈને જણાવ્યું હતું કે 'તાજેતરના COVID-19 રોગચાળાએ કોન્ટેક્ટલેસ અને હાઈજેનિક સોલ્યૂશન્સ માટેની માંગમાં વધારો કર્યો છે. ડેટા તેમજ એક્સેસ માટે ઉચ્ચ સ્તરીય સુરક્ષા સુનિશ્ચિત કરતા અમારા નવીન અને વિશ્વ કક્ષાના ઉત્પાદનોમાં ભારે રસ અને માંગ જોઈને અમને આનંદ થાય છે. અમારું માનવું છે કે, અમારા ઉત્પાદનો ગુજરાત ઉદ્યોગની ઓળખ અને વપરાશકર્તાઓની જરૂરિયાતોને સંબોધવામાં ઘણી મદદ કરશે.