અમદાવાદ : માજી સૈનિકોની પડતર માંગો નહીં સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી..!

પોતાના હક્ક માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. દેશ અને ગુજરાતની અસ્મિતા ખોરવાય એવી કોઈ કાર્યવાહી કરવા માજી સૈનિકો નથી ઇચ્છતા

અમદાવાદ : માજી સૈનિકોની પડતર માંગો નહીં સંતોષવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી..!
New Update

અમદાવાદ ખાતે 2 દિવસ અગાઉ માજી સૈનિકોએ પડતર માંગોને લઈને હનુમાન કેમ્પથી ગાંધીનગર સુધી સન્માન યાત્રા યોજી હતી. જેમાં રજૂઆત સાથે પોતાની માંગોને સંતોષવામાં આવે તેવી સરકારને અપીલ કરવામાં આવી હતી.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ શહીદ સ્મારક નજીક 2 દિવસ અગાઉ માજી સૈનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માજી સૈનિકોએ તેમના 14 પડતર પ્રશ્નોને લઈને હનુમાન કેમ્પથી ગાંધીનગર સુધી સન્માન યાત્રા યોજી હતી, ત્યારે માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવત જણાવ્યું હતું કે, સોમવારે અમને ફરીથી સરકારે CS લેવલની મિટિંગ માટે બોલાવ્યા છે. જો સોમવારે માંગ નહીં સ્વીકારવામાં આવે અને સરકાર ગંભીરતા નહીં દાખવે તો માજી સૈનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ સચિવાયલ તરફ કૂચ કરી ઉગ્ર વિરોધ નોંધાવશે.

વધુમાં જણાવ્યું હતું કે, પોતાના હક્ક માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. દેશ અને ગુજરાતની અસ્મિતા ખોરવાય એવી કોઈ કાર્યવાહી કરવા માજી સૈનિકો નથી ઇચ્છતા. સાથે જ અન્ય રાજ્યોમાં માજી સૈનિકો અને શહીદ પરિવારોને સરકાર સામે મોરચો કાઢવાની જરૂર નથી પડતી. જોકે, આ બેઠકમાં કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

#Ahmedabad #અમદાવાદ #આંદોલન #agitation #માજી સૈનિક #ex-soldiers
Here are a few more articles:
Read the Next Article