અમદાવાદ: 31 ડિસેમ્બરની ડ્રગ્સ પાર્ટી અટકાવવા પોલીસ એક્શનમાં, વાંચો શું બનાવ્યો પ્લાન

અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયું છે કે હવે બિલાડીની ટોપની જેમ પેડલર્સ ફૂટી નીકળ્યા છે. જે યુવાઓ એમડી ડ્રગ્સનો નશો કરે છે,

અમદાવાદ: 31 ડિસેમ્બરની ડ્રગ્સ પાર્ટી અટકાવવા પોલીસ એક્શનમાં, વાંચો શું બનાવ્યો પ્લાન
New Update

અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયું છે કે હવે બિલાડીની ટોપની જેમ પેડલર્સ ફૂટી નીકળ્યા છે. જે યુવાઓ એમડી ડ્રગ્સનો નશો કરે છે, તેજ યુવાઓ ધીમે-ધીમે પેડલર્સ બની રહ્યા છે. જે આવનારા સમય માટે ખતરાની ઘંટી સાબિત થાય તેવી શક્યતા છે.31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડ્રગ્સ પાર્ટીને રોકવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ એમડી ડ્રગ્સનું વેચાણ કરતા નાના પેડલર્સને પકડવાનું શરૂ કરી દીધું છે.

ડ્રગ્સ માફિયા ફસાવવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓએ જાળ બિછાવી પડે છે. જેમાં ઘણો સમય લાગે છે, જ્યારે નાની માછલીઓ આસાનીથી હાથમાં આવી જાય છે. યુવાઓને ડ્રગ્સ લેતા અટકાવવા માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ સજ્જ છે. હ્યુમન સોર્સની મદદથી પોલીસ, ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમો એ ડ્રગ્સના નેટવર્કને તોડવાની તજવીજ શરૂ કરી દીધી છે.31 ડિસેમ્બર ના રોજ યુવાઓ એમડી ડ્રગ્સનું સેવન કરે તેવી શક્યતા વધુ જોવા મળી રહી છે. જેના કારણે હવે પોલીસે બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા પેડલર્સ પકડવાનું શરૂ કરી દીધું છે. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ની ટીમને બાતમી મળી હતી કે, મિરઝાપુર ખાતે ઈરફાન ઉર્ફે મચ્છી શેખ એમડી ડ્રગ્સનું વેચાણ જાહેરમાં કરી રહ્યો છે. એસઓજીની ટીમે બાતમીના આધારે ઈરફાન ઉર્ફે મચ્છી ની અટકાયત કરી લીધી હતી અને તેની અંગજડતી કરી હતી. અંગજડતી દરમિયાન ઇરફાન પાસેથી વ્હાઇટ પાઉડર મળી આવ્યો હતો. જેથી એસઓજીની ટીમે એફએસએલની મદદ લીધી હતી. એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને વ્હાઇટ પાવડર ની ચકાસણી કરતા તે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે ઇરફાનની ધરપકડ કરીને જુહાપુરા ખાતે એસ ઓ જી કચેરીમાં લાવી હતી. જ્યાં તેની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી. જેમાં જુહાપુરા ખાતે રહેતા તૌસીફ બાપુ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો. એસઓજીએ ક્રાઇમ બ્રાંચમાં ઇરફાન અને તૌસીફ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ઇરફાન પાસેથી 5.490 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. પાનપાર્લર, ગલ્લા પર પોલીસ અને એજન્સીઓની વોચ છે. એમડી ડ્રગ્સ પાન મસાલા માં મીલાવીને ખાવામાં આવે છે. જેથી નશેડી પાનપાર્લર અને ગલ્લા પરથી પાન મસાલા ખરીદતા હોય છે. જોકે પોલીસ કર્મચારીઓ પાર્ટી બોય બનીને પાન પાર્લર અને ગલ્લા પર ઉભા રહેશે અને પાન મસાલા લેવા માટે આવતા યુવાઓ પર નજર રાખશે. જો કોઈ શંકાસ્પદ યુવા લાગશે તો તરત જ તેની અટકાયત કરીને અંગજડતી કરવામાં આવશે. યુવાનો પાસેથી એમડી ડ્રગ્સ મળશે તો સીધા પેડલર્સ વિરૂદ્ધ કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવશે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #New Year party #drug #police action #December 31
Here are a few more articles:
Read the Next Article