Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોરોનાના કેસ વધતાં પોલીસ હરકતમાં, કરફયુનો ભંગ કરનારાઓ સામે કર્યા કેસ

રાજયમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયાં છે ત્યારે પોલીસ પણ હરકતમાં આવી છે

X

રાજયમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયાં છે ત્યારે પોલીસ પણ હરકતમાં આવી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો પોલીસ કડકાઇથી નાઇટ કરફયુનો અમલ કરાવી રહી છે....

અમદાવાદ શહેર સહિત રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે ત્યારે હવે પોલીસ એક્શન મોડમાં આવી છે. રાત્રિ કરફયુનો સમય પણ રાત્રિના 11થી સવારના 5 વાગ્યા સુધીનો કરી દેવાયો છે. કરફયુનો સમય બદલાયો તે દિવસે પોલીસે જાહેરનામા ભંગના 250 કેસ કરીને 300 વ્યક્તિની ધરપકડ કરી હતી. કોરોનાનો કહેર ઓછો થયા બાદ લોકો હવે માસ્ક પહેરવાનું ટાળી રહયાં છે ત્યારે માસ્ક નહિ પહેરનારાઓ સામે પણ કાર્યવાહી કરાઇ રહી છે. માસ્ક વગર ફરતાં 550 લોકોને પકડીને રૂ.5.50 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. 68 જેટલા વાહનો ડિટેઈન કરીને રૂ.9.96 લાખનો દંડ વસુલ કરાયો છે. સાથે જ ડ્રન્ક એન્ડ ડ્રાઈવમાં 27 લોકોને પકડી તેમની સામે કાર્યવાહી કરાય છે. આમ ઊંઘમાંથી જાગેલી પોલીસને ઈચ્છા થઈ ત્યારે અચાનક કાયદો યાદ આવતા લોકોમાં ભારે રોષ પણ ફેલાયો છે.

અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા પણ આ અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં લોકોને નાઇટ કરફયુનો અમલ કરવા જણાવવામાં આવ્યું છે. રાતોરાત અચાનક શહેર પોલીસે ચેકિંગ શરૂ કરી દેતાં લોકો પણ હેબતાઈ ગયા છે.શહેરના અનેક વિસ્તારોમાં પોલીસે નાકાબંધી કરી છે રાત્રીના 11 વાગ્યા બાદ બહાર નીકળતા લોકોને પોલીસ અટકાવી પુછપરછ પણ કરે છે એટલુંજ નહિ જો સંતોષકારક જવાબ ના મળે તો અટકાયત સુધીના પગલાં લેવામાં આવી રહયાં છે.

Next Story