અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ અને ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025’નો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શુભારંભ...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025’નો શુભારંભ કરાવ્યો

New Update
  • સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન

  • અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025નો પ્રારંભ

  • ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025નો શુભારંભ કરવામાં આવ્યો

  • મિશન ફોર મિલિયન ટ્રીઝ પુસ્તકનું પણ વિમોચન કરાયું

  • ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતી 

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ અને ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025નો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ અને ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગેમુખ્યમંત્રી કેનવાસ પર સહી કરીને 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની સજ્જતા ગૌરવભેર જાહેર કરી હતી. આ ઉપરાંત, ‘સ્વદેશી અપનાવોનો સંકલ્પ લઈ મિશન ફોર મિલિયન ટ્રીઝ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતી નિમિત્તે તૈયાર થયેલા બેરિસ્ટર મિસ્ટર પટેલ’ પુસ્તકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 11 દિવસીય ઉત્સવમાં સાહિત્યિક સત્રોઇનોવેશન સ્ટોલ્સજગન્નાથજી મંદિરના મહાપ્રસાદ સાથે આધ્યાત્મિક પેવેલિયનઆંતરરાષ્ટ્રીય શૅફ દ્વારા રસોઈ કળાનું નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ ઉત્સવ જ્ઞાનસંસ્કૃતિ અને શાકાહારી ભોજનની પરંપરાને વૈશ્વિક મંચ પર રજૂ કરવા જઈ રહ્યો છે.

Latest Stories