Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ચકચારી ઇસ્કોન બ્રિજ પરના અકસ્માતનું “તથ્ય” જાણવા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર...

ઇસ્કોન બ્રિજ પર ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત, આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસ રિમાન્ડની માંગણી.

X

અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે આ દુર્ઘટના બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેમાં કોર્ટ દ્વારા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

અમદાવાદના ચકચારી ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી કચડી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને મિરઝાપુર ખાતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે આરોપી તથ્યને રજૂ કરીને 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી.

11 મુદ્દાની ઝીણવટભરી તેમજ તલસ્પર્શી તપાસ કરવા માટે પોલીસે ન્યાયના હિતમાં આરોપીના 5 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટે માંગ હતી. ગુનાના કામે કેસ ડાયરીની નકલ તથા આરોપીની અટકાયત અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવેલી એ રિપોર્ટની નકલ રજૂ કરી હતી. જોકે, રિમાન્ડ માટે પબ્લિક પ્રોસિક્યુટર પી.એમ.ત્રિવેદી અને બચાવ પક્ષના વકીલ નિસાર વૈદ્ય વચ્ચે પોણો કલાક સુધી સામસામી દલીલો ચાલી હતી, ત્યારે એસજી હાઈવે ટ્રાફિક-2ના પીઆઈ વી.બી.દેસાઈ દ્વારા આરોપીના 5 દિવસના રિમાન્ડની માંગ કરાય હતી.

રિમાન્ડની માંગણી માટે 11 પોઈન્ટ્સમાં રજૂઆત કરાઈ હતી. જોકે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ.બાવીસીએ 3 દિવસના, એટલે કે, સોમવારે બપોર બાદ 4 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.

Next Story