/connect-gujarat/media/post_banners/3aa8ef60cbe98dc0932b1e2f2feec1f9f00c558c1110c35284f46aa33c5e30b8.jpg)
રાજ્યની જેલના ઇતિહાસ અને વર્તમાનનીગાથા-કેદી સુધારણા પ્રવૃત્તિઓ આલેખતા પુસ્તકનું ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જેલમાં રહેતા કેદી સમગ્ર દિવસની દિનચર્યા કેવી હોય છે તેના વિશેની જાણકારી પુસ્તકમાં આપવામાં આવી છે.
લોકોમાં જેલ વિશે અલગ માન્યતા જોવા મળશે. આ ગેરમાન્યતાઓને દુર કરી લોકોમાં જેલ પ્રતિ એક હકારાત્મક અભિગમ આવે તેવા આશયથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. પુસ્તકની અંદર જેલના ઇતિહાસ, જેલના પ્રકાર ,કેદીઓના પ્રકાર, જેલનું અર્થશાસ્ત્ર સહિતના 45 જેટલા વિષયો આવરી લેવામાં આવ્યાં છે. 144 પાનાના આ પુસ્તકના વેચાણથી જે આવક થશે તે કેદીઓના ફંડમાં આપવામાં આવશે. જ્યની જેલોના વડા અધિક પોલીસ મહાનિર્દેશક ડૉ. કે. એલ. એન. રાવએ પુસ્તક વિશે વધુ માહિતી આપી હતી.