Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : જીવરાજ મહેતા બ્રિજને સાત દિવસ માટે કરાયો બંધ, વાહનચાલકોને ચાર કીમીનો ફેરાવો થશે

પુર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડે છે જીવરાજ મહેતા બ્રિજ, મેટ્રો ટ્રેનની કામગીરીના કારણે બ્રિજને કરી દેવાયો બંધ.

X

સુવિધા હંમેશા મુશ્કેલી સાથે લઇને આવતી હોય છે અને આવું જ કઇ બન્યું છે અમદાવાદમાં. મેટ્રો રેલ્વેની કામગીરીના કારણે જીવરાજ મહેતા બ્રિજને સાત દિવસ માટે બંધ કરવામાં આવતાં લાખો વાહનચાલકોને ચાર કીમીનો વધારાનો ફેરાવો થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે ચાર કીમીના ફેરાવાથી વાહનચાલકોના માથે આર્થિક ભારણ પણ વધશે.

અમદાવાદના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવામાં મહત્વની ભુમિકા ભજવતાં જીવરાજ મહેતા બ્રિજને સાત દિવસ માટે બંધ કરી દેવાયો છે. આ બ્રિજ છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ પર મેટ્રો રેલ બ્રિજનું કામ ચાલુ હોવાથી 7 દિવસ માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ બંધ હોવાથી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં લાખો લોકોને 4 કિમી ફરીને પોતાના સ્થાને પહોંચવું પડશે. બ્રિજ બંધ થતા વૈકલ્પીક ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે છતાં અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં.

જીવરાજ મહેતા બ્રિજથી શહેરના પોશ વિસ્તાર શિવ રંજની, નહેરુ નગર સેટેલાઈટ સહિત પશ્ચિમ અમદાવાદમાં મોટા વિસ્તારોને કનેક્ટિવિટી મળતી હોવાથી રોજના લાખો વાહનચાલકો આ બ્રિજ પરથી પસાર થાય છે. અમદાવાદ શહેરમાં પ્રિમિયમ પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયાં છે તેવામાં સાત દિવસ સુધી ચાર કીમીનો વધારાનો ફેરાવો થવાથી વાહનચાલકોના માથે આર્થિક ભારણ પણ વધશે.

Next Story