અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશન પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલ્વે સ્ટેશન પર મળેલા બોમ્બને ડીફ્યૂઝ કરવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓની સતર્કતા ચકાસવા મોકડ્રીલ યોજાય હતી.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે હતું. જેમાં બૉમ્બ સ્ક્વોડ, આર.પી.એફ તથા ગુજરાત રેલવે પોલીસે સાથે મળીને આ મોકડ્રિલ યોજી હતી. મહત્વનું છે કે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં આવેલા એરફોર્સના સ્ટેશન પર થયેલા આતંકી હુમલાના પગલે આજે મોકડ્રિલ યોજવામાં આવી હતી.પ્લેટફોર્મ નંબર 01 પાસે પાણી પીવાની પરબ પાસે એક સૂટકેશમાં બૉમ્બ મળ્યાના મેસેજના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને 45 મિનિટ સુધી બૉમ્બને ડિફ્યુઝ કરવામાં સમય લાગ્યો હતો અને આખરે બૉમ્બ સ્ક્વોડની સફળતા મળી હતી.
સુરક્ષા એજન્સીઓની સતર્કતાને ચકાસવા માટે તંત્ર દ્વારા આજે એક મોકડ્રિલ યોજવામાં આવી હતી.અમદાવાદમા નિકલનાર રથયાત્રાને લઈ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના ભાગરૂપે આ મોકડ્રીલ યોજાય હતી