/connect-gujarat/media/post_banners/278c50620ad33d4f8ec8c8b41dae7693113fee139e5aadd67f1965cffc18bdcc.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગ વચ્ચે તમામ પક્ષો પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારી રહ્યા છે, ત્યારે અમદાવાદ ખાતે ભાજપના કેરળના અધ્યક્ષ કે. સુરેન્દ્રને સાઉથ ઇંડિયન લોકોને મળી ભાજપને વોટ આપવા માટે આહ્વાન કર્યું હતું.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમય નજીક આવતા જ તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ સાથે જ તેમના સ્ટાર પ્રચારકો રોજે રોજ ગુજરાતભરમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે ભાજપના કેરળના અધ્યક્ષ કે. સુરેન્દ્રન દ્વારા અમદાવાદમાં 2 દિવસથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને તેઓ સાઉથ ઇંડિયન લોકોને મળીને ભાજપને વોટ આપવા માટે આહ્વાન કર્યું હતું, ત્યારે આજે ચાંદખેડા અય્યપ્પા મંદિર ખાતે દર્શન કરી તેઓએ માલીયાલમ લોકોની શુભેચ્છા મુલાકાત કરી હતી. કે. સુરેન્દ્રને કનેક્ટ ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે ભાજપ 150 કરતાં વધારે સીટ પર જીત મેળવશે. વધુમાં તેઓએ આમ આદમી પાર્ટીના કારણે ગુજરાતમાં કોઈ ફેર નહીં પડે. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્લીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા સ્વીકારશે નહીં તેવું પણ કે. સુરેન્દ્રને જણાવ્યુ હતું.