/connect-gujarat/media/post_banners/334266ea8a5e2d43e611a531ee1910506ce42a94f94c0579574e55fa16734c77.jpg)
રાજયભરમાં ચકચાર મચાવનાર કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થઇ ચુકયો છે. પોલીસે ધંધુકા પાસે આવેલી સર મુબારક મસ્જિદમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
સોશિયલ મિડીયા સૌ કોઇના જીવનનો અભિન્ન અંગ બની ચુકયું છે. સોશિયલ મિડીયાનો સદઉપયોગ પણ થઇ રહયો છે તો દુર ઉપયોગ પણ.. તાજેતરમાં ધંધુકાના કિશન શિવાભાઇ બોળીયા ઉર્ફે કિશન ભરવાડ નામના 23 વર્ષીય યુવાને સોશિયલ મિડીયામાં ધાર્મિક બાબતે ટીપ્પણી કરતી પોસ્ટ મુકી હતી.. બસ પોસ્ટ મુકયાં બાદ કિશન ભરવાડ ધંધુકામાં જ રહેતાં કટ્ટરપંથીઓના નિશાના પર આવી ગયો હતો. ધંધુકાના મલવતવાડમાં રહેતાં શબ્બીર ઉર્ફે સાબા ચોપડાએ કિશનનું ઢીમ ઢાળી દેવાનું નકકી કર્યું હતું.
અમદાવાદના જમાલપુરના મૌલવી મહંમદ ઐયુબ જાબરાવાલાએ તમંચો અને પાંચ કારતુસ આપ્યાં હતાં. શબ્બીરે પાંચ દિવસ સુધી કિશનની રેકી કરી હતી અને 25મી જાન્યુઆરીએ મોકો મળતાંની સાથે તેની ગોળી મારી હત્યા કરી નાંખી હતી. કિશનની હત્યા બાદ કટ્ટરવાદનું ભુત ફરી ધુણ્યું છે. હાલ તો શબ્બીર સહિત ત્રણ આરોપીઓ પોલીસ ગિરફતમાં છે. હવે આરોપીઓના પાકિસ્તાન કનેકશન પણ સામે આવી રહયાં છે. હત્યા કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહયો છે ત્યારે હવે ધંધુકાની સર મુબારક મસ્જિદમાં ગુજરાત એટીએસ અને સ્થાનિક પોલીસની ટીમ સર્ચ ઓપરેશન કરી રહી છે. કિશનની હત્યામાં વપરાયેલ હથિયાર રાજકોટના મૌલવીએ આપ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.