Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ચણીયા-ચોળીની ખરીદી માટેનું પ્રખ્યાત સ્થળ એવું લો-ગાર્ડન ગરબા રસિયાઓથી ઉભરાયું...

સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી નવરાત્રી ન થતી હોવાથી વેપારી વર્ગમાં નિરાશા જોવા મળી હતી.

X

રાજ્યમાં નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ચણીયા ચોળી માટે પ્રખ્યાત સ્થળ એવું અમદાવાદ શહેરનું લો-ગાર્ડન ગરબા રસિયાઓથી ઉભરાયું છે. જુઓ અમારો વિશેષ અહેવાલ...

સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી નવરાત્રી ન થતી હોવાથી વેપારી વર્ગમાં નિરાશા જોવા મળી હતી. પરંતુ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબા અને ક્લબમાં પણ નવરાત્રીની પરવાનગી આપવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરના ગરબા રસિયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરનું લો-ગાર્ડન નવરાત્રીના ટ્રેડિશનલ ડ્રેસ માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. અહી ચણીયા ચોળીમાં નવા નવા પ્રકારની વેરાયટી તો મળી રહી છે. પરંતુ જરૂર પ્રમાણમાં સ્ટોક ન હોવાથી ગ્રાહક પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં ભાવની વાત કરવામાં આવે તો ભાવમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. પાછલા વર્ષે જે ચણીયા ચોળી 2 હજારમાં મળતી હતી, તે અત્યારે 3 હજાર રૂપિયાની આસપાસ વેચાઈ રહી છે. ઘરાકી હોવા છતાં પણ માલ ન આવતો હોવાથી શોર્ટેજ દેખાઈ રહી છે. સિંગલ લેર અને પટોળામાં ઘરાકી વધારે જોવા મળી રહી છે. આમ ટ્રેડિશનલ ડ્રેસની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.

જોકે, આ વર્ષે નવરાત્રીની મંજૂરી મળતા જ વેપારીઓ સહિત ગ્રાહકો એટલે કે, ગરબા રસિયાઓમાં ખુશી જોવા મળી છે, ત્યારે લો-ગાર્ડન વિસ્તાર કે, જે ચણીયા ચોળી માટે ગુજરાતભરમાં પ્રખ્યાત છે, ત્યારે ગત 2 વર્ષની સરખામણીમાં આ વર્ષે ચણીયા ચોળીના ભાવ વધારો છે, તેમ છતાં ગ્રાહક કોઇપણ પ્રકારની દલીલ કર્યા વગર ભારે ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે. આ સાથે જ કેટલાક ગ્રાહકોએ તો ગરબા રમવાની મંજૂરી મળતાં સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story