મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી આ બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર મામલા અંગે માહિતી આપવામાં આવી હતી
મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી. માજી મંત્રીના ભાઈનો સિંધુભવન રોડ પર આવેલો 15 કરોડનો બંગલો પચાવી પાડનારાં કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ નકલી ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા. એમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ માલિનીની ધરપકડ કરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક પ્રેસ-કોન્ફરન્સ કરવામાં આવી છે, જેમાં મહાઠગની કાશ્મીરમાં ટ્રાન્સફર વોરંટથી કરાયેલી ધરપકડ અને અમદાવાદ લાવ્યા એ અંગે માહિતી આપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, 22 માર્ચ 2023ના રોજ ફરિયાદી જગદીશ ચાવડાએ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એમાં બે આરીપી હતા. કિરણ જગદીશભાઈ પટેલ અને બીજા તેમના પત્ની માલિની પટેલ. આ અગાઉ માલિનીબહેન પટેલને એરેસ્ટ કરવામાં આવ્યા હતા ત્યારે કિરણ પટેલ જમ્મુ-કાશ્મીર જેલમાં હતા. એના કોર્ટના હુકમના આધારે જમ્મુ-કાશ્મીર જેલમાંથી કાલે તેમનો કબ્જો લઈ વાયા રોડ તેમને લાવી કાલે ત્રણ વાગે એરેસ્ટ કરવામાં આવ્યા છે.