રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાત પ્રકરણમાં હવે ઓડીયો કલીપ સામે આવી છે. જેમાં અમદાવાદના ઓઝોન ગૃપના માલિક સહિત 7 લોકો ઉપર કરોડો રૂપિયા ચાઉ કરી લેવાનો આક્ષેપ મૃતકે લગાવ્યો છે...
રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ તેમની ઓફિસમાં આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલાં તેમની અંતિમ ચિઠ્ઠી સામે આવી હતી જેમાં તેમણે અમદાવાદના ઓઝોન ગૃપના માલિક સહિત 7 લોકો સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. હવે મૃતકની એક ઓડીયો કલીપ સામે આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મનસુખ સુરેજા, અતુલ મેહતા, અમિત ચૌહાણ, જયેશ કાંતિલાલ પટેલ , દિપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણય કાંતિલાલ પટેલે તેમના કરોડો રૂપિયા ચાઉ કરી લીધાં છે. આવો જોઇએ ઓડીયો કલીપમાં મૃતક શું કહી રહયાં છે.
આખા કિસ્સાની વાત કરવામાં આવે તો મહેન્દ્ર ફળદુએ ઓઝોન ગૃપની તસ્કની બીચ સીટીમાં કરોડો રૂપિયાના પ્લોટ ખરીદયાં હતાં. પ્લોટના દસ્તાવેજ કરી આપવામાં આરોપીઓ અખાડા કરી રહયાં હતાં અને મૃતકને ધમકીઓ આપવામાં આવતી હતી. આખરે મહેન્દ્ર ફળદુએ તેમની જ ઓફિસમાં આપઘાત કરી લીધો છે. મૃતકની ચિઠ્ઠી બાદ હવે ઓડીયો કલીપ પણ સામે આવી છે ત્યારે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહયું....