Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયેલ યોગ સ્પર્ધાના વિજેતા પ્લેયરોને મેડલ એનાયત કરાયા

નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયેલ યોગ સ્પર્ધાના વિજેતાઓના રાજ્યના સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ: ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયેલ યોગ સ્પર્ધાના વિજેતા પ્લેયરોને મેડલ એનાયત કરાયા
X

અમદાવાદમાં નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયેલ યોગ સ્પર્ધાના વિજેતાઓના રાજ્યના સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

૩૬મી નેશનલ ગેમ્સ -૨૦૨૨નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ, કાંકરિયા, અમદાવાદ સહિત રાજ્યભરમાં વિવિધ રમત-સ્પર્ધા યોજાઈ રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતે યોજાયેલી યોગ સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને આજે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે મેડલ એનાયત કરાયા હતા. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવેલા મહારાષ્ટ્રના વૈભવ શ્રી રામીને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. જ્યારે બીજા ક્રમાંકે પશ્ચિમ બંગાળના શુભવ દેબનાથ સિલ્વર મેડલ એનાયત કરાયો હતો. અને ત્રીજા ક્રમાંકે આવેલા કર્ણાટકના મોહંમદ ફિરોઝ શેખને બ્રોન્ઝ મેડલ એનાયત કરાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ ગેમ્સમાં યોગને રમત ગમતની કેટેગરીમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવી છે.

Next Story