Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નવરાત્રી પહેલા શહેરમાં દોડશે મેટ્રો ટ્રેન, ચાલે છે પૂરજોશમાં તૈયારી...

શહેરમાં ફેઝ-1ના રૂટ પર નવરાત્રી પૂર્ણ થાય એ પહેલા મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી શકે છે. હાલ અમદાવાદમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે.

X

અમદાવાદ શહેરમાં ફેઝ-1ના રૂટ પર નવરાત્રી પૂર્ણ થાય એ પહેલા મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી શકે છે. હાલ અમદાવાદમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે. જોકે, હવે એ દિવસો દૂર નથી કે, જ્યારે ફેઝ-1માં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળે. કારણ કે, ફેઝ-1નું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના આરે છે.

અમદાવાદીઓ માટે જાહેર ટ્રાન્સપોર્ટેશનમાં એક નવો માધ્યમ ઉમેરાવા જઈ રહ્યો છે. અહી વાત થઈ રહી છે મેટ્રો ટ્રેનની. ફેઝ-1ના રૂટમાં 38 સ્ટેશનનું નિરીક્ષણ પણ થઈ ગયું છે. આ ફેઝ 26 કિમીનો રહેશે. જેના માટે અમદાવાદ કોર્પોરેશન, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. અમદાવાદમાં AMTS અને BRTS બસ તો પહેલાથી જ દોડે છે. પણ હવે જો, મેટ્રો ટ્રેન શરૂ થશે તો લોકોને ભીડથી પણ રાહત થશે સાથે જ ભાડામાં પણ રાહત મળશે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોરમાં થલતેજ ગામ, દૂરદર્શન કેન્દ્ર, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ 6 રસ્તા, સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર, ઘી કાંટા, કાલુપુર રેલ્વે સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપરેલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ,નિરાંત ક્રોસ રોડ અને વસ્ત્રાલ ગામ સ્ટેશન હશે.

પીએમ લીલી ઝંડી આપવા આવવાના હોય, ત્યારે તમામ તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. પશ્ચિમ અમદાવાદના દરેક મેટ્રો સ્ટેશન પર રાત-દિવસ કામ થઈ રહ્યું છે. દરેક મેટ્રો સ્ટેશન પર એકસીલેટર બનાવવામાં આવ્યા છે, તો હેન્ડી કેપ મુસાફરો માટે પણ વિશેષ વ્યવસ્થા રાખવામાં આવશે. મળતી માહિતી અનુસાર, મેટ્રો ટ્રેન શરૂ થયાના પ્રથમ દિવસે ટિકિટ માત્ર 5 રૂપિયા હશે, જ્યારે અન્ય દિવસોમાં મેટ્રો ટ્રેનમાં APMCથી વસ્ત્રાલ સુધીની ટિકિટ 25 રૂપિયા હશે. આ ઉપરાંત થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીનું ભાડું પણ 25 રૂપિયા જ હશે. આ ઉપરાંત મેટ્રો રેલ કોર્પોરેશન કનેક્ટિવિટી માટે ઈ-રિક્ષા ચલાવવા પ્લાનિંગ કરી રહ્યું છે. મેટ્રો સ્ટેશનથી મુસાફરો મહત્વના સ્થળો પર ઝડપથી પહોંચી શકે તે અંગેની પણ વ્યવસ્થાઓ અંગે વિચારણા મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. સાથે જ ST સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન સાથે મેટ્રો સ્ટેશનને સીધા જોડવા માટે ઈ-રિક્ષા દોડતી કરાશે.

Next Story