અમદાવાદ : એક જ દિવસમાં કોરોનાના 600થી વધુ કેસ, જાહેર સ્થળોએ તંત્ર એલર્ટ

વાત કોરોનાના વધતાં કહેરની.. અમદાવાદમાં એક દિવસમાં કોરોનાના 644 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ વધી છે.

New Update
અમદાવાદ : એક જ દિવસમાં કોરોનાના 600થી વધુ કેસ, જાહેર સ્થળોએ તંત્ર એલર્ટ

વાત કોરોનાના વધતાં કહેરની.. અમદાવાદમાં એક દિવસમાં કોરોનાના 644 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ વધી છે. રોજના હજારો મુસાફરોની અવરજવરથી ધમધમતાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે બે ટીમો તૈનાત કરવામાં આવી છે.

અમદાવાદનું ગીતા મંદીર બસ સ્ટેન્ડ જયાં રોજના લાખો મુસાફરો આવે છે અને એસટી બસોમાં બેસીને એક સ્થળેથી બીજા સ્થળે જતાં હોય છે. કોરોનાની પહેલી લહેર દરમિયાન એસટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. કોરોનાના કેસ ઓછા થયા બાદ ફરીથી એસટી વ્યવહાર શરૂ થયો હતો. એસટી બસોની ગાડી માંડ પાટા પર આવી છે ત્યાં ફરી કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દીધી છે. અમદાવાદમાં એક જ દિવસમાં 600 કરતાં વધારે કેસ નોંધાયાં છે ત્યારે સંક્રમણ રોકવું તંત્ર માટે પડકાર બની ગયો છે. જયાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ રહયાં છે ત્યાં ટેસ્ટીંગ કરવાની સાથે પ્રતિબંધાત્મક આદેશો કરાય રહયાં છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે પણ આરોગ્ય વિભાગની બે ટીમો તૈનાત કરાય છે.

ગીતા મંદિર ખાતે બહારથી આવતા મુસાફરોમાં શરદી, તાવ અને ઉધરસ જેવા લક્ષણ દેખાય તો સ્થળ પર ટેસ્ટ કરવામાં આવે છે. મુસાફરોના શરીરના તાપમાનને માપવાની સાથે તેઓ વેસીનેટેડ છે કે નહી તે પણ ચેક કરવામાં આવે છે. જો વેક્સીન ના લીધી હોઈ તો સ્થળ પર રજીસ્ટ્રેશન કરી વેક્સીન આપવામાં આવે છે. આમ જોવા જઇએ તો અમદાવાદના સ્થાનિક તંત્ર નો પ્રયાસ કોઇ પણ સંજોગોમાં કોરોનાના સંક્રમણને રોકવાનો છે.

Latest Stories