Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : હવે, પોલીસ જોવા મળશે નવા લૂકમાં, નશાખોર-સ્ટંટ કરનારાને પકડવા નવો અવતાર...

પોલીસ હવે કોલેજિયન લુક ફરી રહી છે. સિંધુભવન રોડ પર પોલીસ ટીશર્ટ-જીન્સ અને સ્પોટ્સ બાઇક લઈને પેટ્રોલિંગ કરી રહી છે.

અમદાવાદ : હવે, પોલીસ જોવા મળશે નવા લૂકમાં, નશાખોર-સ્ટંટ કરનારાને પકડવા નવો અવતાર...
X

પોલીસ હવે કોલેજિયન લુક ફરી રહી છે. સિંધુભવન રોડ પર પોલીસ ટીશર્ટ-જીન્સ અને સ્પોટ્સ બાઇક લઈને પેટ્રોલિંગ કરી રહી છે. કારણ કે, પોલીસને સરકારી વાહનમાં તેમજ ટ્રેસમાં દૂરથી આવતા જોઈને જ સ્ટંટ બાજો અને નશાખોરો ભાગી જાય છે. જેથી આવા લોકોને પકડવા માટે પોલીસે હવે કોલેજિયન લુક ધારણ કર્યો છે. જેમાં પોલીસ કોલેજિયન યુવાનોની જેમ જ જીન્સ-ટીશર્ટ-સ્પોર્ટસ બાઈક લઈને ગલીએ ગલીએ પેટ્રોલિંગ કરવા નીકળે છે.

અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર સ્ટંટ બાજ યુવાનો બાઈક-કાર ઉપર અવાર નવાર સ્ટંટ કરતા લોકો જોવા મળે છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વહેતા થાય છે. જેથી સ્ટંટ બાજો અને નશાખોરોને પકડવા પોલીસ સમયાંતરે ડ્રાઈવ, પેટ્રોલિંગ, નાકાબંધી તેમજ ચેકિંગ કરે છે. પરંતુ આ યુવાનો દૂરથી પોલીસને આવતી જોઈને અથવા તો પોલીસની નાકાબંધી જોઈને બીજા રસ્તેથી ભાગી જાય છે. જેથી તેમને પકડી શકાતા નથી. નશાખોરીમાં મોટા ભાગના માલેતુજાર પરિવારના નબીરાઓ જ હોવાથી તેમને પકડવા માટે પોલીસે નવી રણનીતિ અપવાની છે. જેના માટે 16 પોલીસ કર્મચારીઓની 2 ટીમ બનાવાઈ છે. ટીમમાં મહિલા પોલીસ પણ છે. પોલીસ કર્મચારીઓ જીન્સ-ટીશર્ટ-સ્પોર્ટ શુઝ પહેરીને સ્પોર્ટસ બાઈક લઈને સિંધુ ભવન રોડ ઉપર પેટ્રોલિંગ કરે છે. જોકે, વેશપલ્ટામાં ફરતી પોલીસને જોઈને સ્ટંટ બાજો અને નશાખોરો તેમને પોતાના જેવા જ સમજીને તેમની સામે સ્ટંટ તેમજ નશો કરતા ખચકાતા નથી. આ ટીમો સિંધુ ભવન રોડ ઉપર આવેલા પાનના ગલ્લા, કેફે, રેસ્ટોરન્ટ, હોટલ તેમજ આસપાસના રોડ પર પેટ્રોલિંગ કરે છે. જોકે, હજુ સુધી કોઈ સ્ટંટબાજ કે નશાખોર પકડાયો નથી. બંને ટીમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે, જો કોઇ પણ યુવાનો સ્ટંટ કરતા કે, નશો કરતા દેખાય તો પહેલા જ તેમની વીડિયોગ્રાફી કરી લેવાની. ત્યારબાદ જ તેમની સામે ગુનો નોંધવામાં આવે. જેથી સ્ટંટબાજો કે, નશાખોરો ભવિષ્યમાં પોલીસ ઉપર ખોટા કેસના આક્ષેપ કરી ન શકે.

Next Story