/connect-gujarat/media/post_banners/32e261097ea67fb3b650ab015a32161153ebf1239e437350fa2fb78e1b64f599.jpg)
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતી નિમિત્તે ભારત સહિત વિશ્વમાં તા. 2જી ઓક્ટોબરના રોજ બાપુને વિશેષ યાદ કરવામાં આવે છે, ત્યારે કેરળના રાજ્યપાલ આરીફ મહમદખાને અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે બાપુની પ્રતિમા સમક્ષ નમન કરી પ્રાર્થના સભા યોજી હતી.
દેશને આઝાદી આપવા માટે મહાત્મા ગાંધીનું યોગદાન એ સદીઓ સુધી યાદ રાખી શકાય છે. બાપુએ આદર્શ અહિંસા અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણાથી દેશમાં અંગ્રેજો સામે મજબૂત સંકલ્પ ઊભો કર્યો હતો. લોકો રાષ્ટ્રપિતાથી પણ વધુ બાપુ તરીકે ઓળખે છે. બાપુએ સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું, અને દેશના નાગરિકોને અહિંસાના પાઠ શિખવ્યા, જે બાપુના વિચારો માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ તે માર્ગ પર ચાલી રહ્યું છે. આજે તા. 2જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે બાપુને વિશેષ યાદ કરવામાં આવ્યા છે. કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદખાને જણાવ્યું હતું કે, અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત મારા માટે તીર્થયાત્રા સમાન છે. તેઓએ ગાંધી આશ્રમ ખાતે બાપુની પ્રતિમા સમક્ષ નમન કર્યું હતું.