અમદાવાદ: પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 105મી જન્મ જયંતી નિમિત્તે મનપા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

New Update
અમદાવાદ: પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 105મી જન્મ જયંતી નિમિત્તે મનપા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

આજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 105મી જન્મ જયંતી નિમિત્તે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, કોર્પોરેશનના પદાધિકારી અને ભાજપાના કાર્યકર્તાઓ વિશેષ સંખ્યામાં હાજર રહ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 105મી જન્મ જયંતી નિમિત્તે કાંકરિયા ખાતે આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાયના સ્ટેચ્યુ ખાતે પુષ્પાજંલીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. ઉપરાંત અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, કોર્પોરેશનના પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ હાજર રહ્યા હતા. પંડિત દિનદયાળ ઉપાધ્યાય એ એક ભારતીય વિચારક, સમાજ સેવક અને રાજકારણી હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીની પિતૃ સંસ્થા ભારતીય જનસંઘના એક નેતા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે સેવા આપવા માંગતા હોવાથી સરકારી નોકરીનો અસ્વીકાર કર્યો હતો. તેમણે પ્રયાગમાં બી. એડ. અને એમ. એડ.ની પદવી મેળવીને લોક સેવામાં જોડાઈ ગયા. 1951માં જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જી ભારતીય જનસંઘની સ્થાપના કરી ત્યારે તેના બીજા ક્રમના વરિષ્ઠ નેતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દિનદયાળની વરણી કરવામાં આવી હતી.