અમદાવાદ : સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો ભાગ થયો ધરાશાયી

અમદાવાદનાં સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો સ્લેબ મોડી રાત્રે ધારાશાયી થયો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

New Update
અમદાવાદ : સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો ભાગ થયો ધરાશાયી

અમદાવાદનાં સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો સ્લેબ મોડી રાત્રે ધારાશાયી થયો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતીપુરા તરફના જતાં માર્ગનો નિર્માણાધીન બ્રિજના વચ્ચેનો ભાગ ગત મોડી રાતે ધરાશાયી થયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઔડાના અધિકારીઓએ મોડી રાત્રે તૂટેલા બ્રિજની મુલાકાત લીધી હતી. આજે પણ ઔડાની ટીમ દ્વારા બ્રિજની કામગીરી અને સ્લેબ તૂટવા પાછળના કારણો અંગેની સમીક્ષા કરવામાં આવશે. ઔડા દ્વારા રણજિત બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાકટ અપાયો હતો.

મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બ્રિજના સપોર્ટ માટે મૂકવામાં આવેલા લોખંડના બીમ પણ તૂટી ગયા હતા. રાતનો સમય હોવાથી એકપણ મજૂર નીચે નહોતો જેને કારણે મોટી જાનહાનિ ટળી છે. મહત્વનું છે કે, બ્રિજની 50 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી.