ચોમાસા દરમિયાન રાજયભરના રસ્તાઓના ખસ્તાહાલ થતાં વાહનચાલકો ભારે હાલાકી વેઠી રહયાં હતાં. વાહનચાલકોની વ્યથાને કનેકટ ગુજરાતે વાચા આપી હતી અને અમારા અહેવાલ બાદ અમદાવાદના બોપલ વિસ્તારમાં રસ્તાનું પેચવર્ક કરવામાં આવ્યું છે...
ચોમાસામાં રાજયભરના રસ્તાઓ ખખડધજ બની ગયાં હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં હતાં. રાજયભરના ખરાબ રસ્તાઓ અંગે કનેકટ ગુજરાતે બિસ્માર રસ્તાઓના શીર્ષક હેઠળ વિશેષ અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જેમાં અમદાવાદના બોપલ વિસ્તારની સ્ટર્લિંગ સીટી પાસેના ખરાબ રસ્તાઓ પણ બતાવવામાં આવ્યાં હતાં. આ રસ્તો છેલ્લા 6 મહિનાથી ખખડધજ બની ગયો હોવા છતાં તેના રીપેરીંગની તસદી લેવાતી ન હતી. કનેકટ ગુજરાતના અહેવાલ બાદ તાત્કાલિક ધોરણે આ રસ્તાના પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.