Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ પીએમ મોદીનું સપનું થસે સાકાર,દેશનું સૌથી મોટું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે વિદેશની જેમ દેશમાં પણ હાઈ સ્પીડ ટ્રેન દોડાવી જોઈએ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ની જાહેરાત કરી હતી

અમદાવાદ પીએમ મોદીનું સપનું થસે સાકાર,દેશનું સૌથી મોટું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર
X

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે વિદેશની જેમ દેશમાં પણ હાઈ સ્પીડ ટ્રેન દોડાવી જોઈએ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ની જાહેરાત કરી હતી. બુલેટ રેલ પ્રોજેક્ટ નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી માત્ર અઢી કિલોમીટરના અંતરે સાબરમતી વિસ્તારમાં દેશનું સૌથી મોટું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ આકાર લઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન પ્રોજેકટના 14 સપ્ટેમ્બર 2017ના શિલાન્યાસ કર્યો હતો. અને સાબરમતી રેલવે સ્ટેશન પર અતિ આધુનિક સિસ્ટમ સાથેનું બુલેટ ટ્રેનનું મલ્ટી મોડલ હબ તૈયાર થઈ રહ્યું છે.

સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અંદાજે 332 કરોડના ખર્ચે તૈયાર થશે અને 35,448,00 સ્ક્વેર મીટર પર હબ તૈયાર કરવામાં આવ્યું છે. સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બિલ્ડીંગ એ અને બી, બે બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. A વિંગમાં ઓફિસ અને B વિંગમાં હોટલ હશે. બ્લોક A ગ્રાઉન્ડ ફ્લોર સહિત નવ ફ્લોર હશે. જ્યારે બ્લોક B માં ગ્રાઉન્ડ ફ્લોર સહિત 7 ફ્લોર હશે. ફૂટ ઓવરબ્રિજ વન થર્ડ ફ્લોર પર બુલેટ ટ્રેનું સ્ટેશન હશે. ફૂટ ઓવર બ્રિજના સેકન્ડના બીજા માળે મેટ્રો સ્ટેશન અને બીઆરટીએસ બસ સ્ટેશન હશે લ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ શોપ, ફૂડ કોર્ટ અને અન્ય મનોરંજન માટેના સાધનો સહિત વ્યાવસાયિક ઉપયોગ માટે અંદાજે 35,448 વર્ગમીટર નું ક્ષેત્ર રાખવામાં આવ્યું છે. સાબરમતી સ્ટેશન સાતમા અને ચોથા માળ પર ટેરેસ ગાર્ડન બનાવવામાં આવશે આ આખા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અતિ આધુનિક અને શાનદાર સુવિધાઓ હશે. ઇમારતના જુદા-જુદા માળ પર કુલ 60 રૂમની ક્ષમતાવાળી હોટેલ, રેસ્ટોરાં અને બાળકો માટે રમવાની જગ્યા પણ આપવામાં આવશે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ માં પાર્કિંગ ની કોઈ સમસ્યા નહીં રહે. કારણ કે 3 ફ્લોર સુધી તો પાર્કિંગ બનાવ્યું છે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ની એન્ટ્રી બસ, ટુ વ્હીલર, ટેક્સી માટેનો રેમ્પ અલગ-અલગ તૈયાર કરવામાં આવ્યા છે.1200થી વ ધુ વાહનો પાર્ક થઈ શકે તેવી વિશેષ સુવિધા ઉભી કરવામાં આવશે. તેમજ દિવ્યાંગ માટે પણ વાહન પાર્ક થઈ શકે તેવી સુવિધાથી સજ્જ કરશે.

Next Story