Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: PM નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલથી નેશનલ ગેમ્સનો પ્રારંભ, રંગારંગ કાર્યક્રમો યોજાશે

36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની ગુરુવારે 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

X

36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની ગુરુવારે 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની આવતીકાલે છે ત્યારે આ સેરેમની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ ઓપનિંગ સેરેમની સમયે સ્ટેડિયમમાં 5000થી વધુ ખેલાડીઓ માર્ચ પાસ્ટ કરશે. સરદાર પટેલને ટ્રિબ્યૂટ આપતા 'ટોર્ચ ઓફ યુનિટી'ને સમગ્ર રાજ્યમાં ફેરવ્યા બાદ તે ઓપનિંગ સેરેમનીમાં પ્રજ્વલિત કરવામાં આવશે. એક રાષ્ટ્રીય અને એક આંતરરાષ્ટ્રીય ખેલાડી એમ બે એથ્લિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ટોર્ચ ઓફ યુનિટી' સોંપશે. આ ઉપરાંત ઓપનિંગ સેરેમની દરમિયાન આઈપીએલ ફાઈનલ કરતા પણ ભવ્ય અંદાજમાં લાઈટ શો અને આતશબાજી જોવા મળશે. આ માટે સ્ટેડિયમમાં ઠેર-ઠેર રિંગ્સ ઓફ ફાયર મુકવામાં આવી છે.સ્ટેન્ડ્સ અને ગ્રાઉન્ડમાં મોટાપાયે લાઈટ્સ ગોઠવવામાં આવી છે.આ નેશનલ ગેમ્સને લઈને રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા આવ્યું છે જેમાં સવારથી જ નેશનલ ગેમ્સમાં ભાગ લેનાર ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા પણ નજરે પડે છે.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં ટેન્ટ પણ બનાવવામાં આવ્યા છે ત્યારે આજે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.અમદાવાદ: PM નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલથી નેશનલ ગેમ્સનો પ્રારંભ, રંગારંગ કાર્યક્રમો યોજાશે

Next Story