Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: દિવાળીના તહેવારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ ન સર્જાય એ માટે પોલીસ સજ્જ, જુઓ શું બનાવ્યો એક્ષન પ્લાન

દિવાળીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં તહેવારમાં લોકોની મજા ન બગડે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

X

દિવાળીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં તહેવારમાં લોકોની મજા ન બગડે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

દિવાળીના પર્વને લઈને આ વર્ષે બજારમાં ભીડ જોવા મળી રહી છે.તેવામાં શહેર પોલીસ માટે ટ્રાફિક મેનેજમેન્ટ સાથે બજારોમાં ભીડ પણ મેનેજ કરવી ચેલેન્જીંગ બાબત બની જાય છે.અમદાવાદ શહેર પોલીસે આ વખતે દિવાળીને લઈને એક્શન પ્લાન બનાવ્યો છે.જેમાં આજથી 500 જેટલા નવા હોમગાર્ડને લેવામાં આવી રહ્યા છે. સાથે જ 500 ટ્રાફિક બ્રિગેડ જવાનો અને તાલીમમાં રહેલા 700 ટીઆરબી પણ પોસ્ટિંગ આપી પોલીસ સ્ટેશન ફાળવી દેવાયું છે.દિવાળીના પર્વ દરમિયાન શહેર પોલીસની સાથે સાથે ટ્રાફિક પોલીસની મદદ રહેશે અને બજારમાં વધુ ભીડ હોવાથી પોલીસ પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે.

અમદાવાદમાં મોલ, બસ , રેલવે અને મેટ્રો સ્ટેશનની સાથે ભીડભાડ વાળી જગ્યાઓ પર ખાસ પોલીસ બંદોબસ્ત તહેવારો દરમિયાન રાખવામાં આવશે..મહિલાઓની સુરક્ષા માટે ખાનગી કપડામાં મહિલા પોલીસ તૈનાત રહેશે.શહેર પોલીસ દ્વારા 70 જેટલા હોક બાઇક પણ રાખવામાં આવ્યા છે.યુવતીઓની છેડતી જેવી ઘટનાઓ અટકાવવા માટે ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે.પોલીસની પીસીઆર વાન પણ ટ્રાફિકના સંચાલનમાં મદદરૂપ થશે અને 14 જેટલી ટોઈંગ ક્રેઈન તમામ રોડ ઉપર ટ્રાફિક જામ થાય ત્યાં રોડ પર પાર્ક કરેલ વાહન ટો કરશે

Next Story