/connect-gujarat/media/post_banners/7f43d5b830ffd4e5fab768caaa9a247bb8f5e73896d92a774b52f8e0cb2ff1f8.webp)
રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ ચાઈનીઝ દોરી ને લઈને રાજ્યમાં પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાતના વિવિધ શહેરોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ તરફ રાજ્યમાં પ્રથમવાર અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરિયાદ નોંધાઈ છે. હાઈકોર્ટનું કડક વલણ બાદ ચાઈનીઝ દોરી ને લઈને રાજ્યમાં પોલીસ એક્શનમાં આવી છે. જેને લઈ અમદાવાદના ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, પ્રથમ વખત ચાઈનીઝ દોરી પર રાજ્યમાં પતંગ ચગાવનાર સામે ફરિયાદ નોંધાઇ છે. વિગતો મુજબ અજય વાઘેલા નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે પોલીસને બાતમી મળી હતી કે એક યુવક ચાઈનીઝ દોરી સાથે પતંગ ચગાવી રહ્યા છે આ માહિતી બાદ પોલીસ તેમના સામે કાર્યવાહી કરી છે