Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રાજ્યમાં યોજાનાર 180 રથયાત્રાઓ માટે પોલીસ સજ્જ, CCTV સૌથી મોટું "કવચ"

સમગ્ર રાજ્યમાં અમદાવાદ સહીત કુલ 180 નાની મોટી રથયાત્રાઓ નીકળે છે. પુરી બાદ બીજી સૌથી મોટી રથયાત્રા ગુજરાત રાજ્યના આમદાવાદમાં નીકળે છે,

X

સમગ્ર રાજ્યમાં અમદાવાદ સહીત કુલ 180 નાની મોટી રથયાત્રાઓ નીકળે છે. પુરી બાદ બીજી સૌથી મોટી રથયાત્રા ગુજરાત રાજ્યના આમદાવાદમાં નીકળે છે, ત્યારે રાજ્ય પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

તા. 1 જુલાઈ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે. તે ઉપરાંત રાજ્યમાં અલગ અલગ 180 જેટલી જગ્યાઓ પર રથયાત્રા યોજાશે. અમદાવાદ ખાતે DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. ડીજીપીના જણાવ્યા અનુસાર, અમદાવાદની રથયાત્રા દરમ્યાન 1 IG, 4 DIG, 20 SP, 38 DCP, 60 DYSPનો કાફલો બંદોબસ્તમાં જોડાશે. 150 PI, 300 PSI, 2 હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ સાથે જ SRP 21 કંપની અને પેરા મીલીટરી ફોર્સ 25 ટીમ તૈનાત રહેશે. તો સેન્ટ્રલ પેરા મિલ્ટ્રી ફોર્સની 22 કંપની બંદોબસ્તમાં જોડાશે. કુલ મળીને 25 હજાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ રથયાત્રાનો બંદોબસ્તમાં જોડાયા છે. રથયાત્રાના દિવસે સતત હેલિકૉપ્ટરમાંથી પણ પોલીસ દ્વારા રથયાત્રા પર નજર રાખવામાં આવશે. જોકે, સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવી દીધો છે.

Next Story