Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પે ગ્રેડ મામલે દાણીલીમડા અને શાહીબાગ હેડક્વાટરનો પોલીસ પરિવાર રોડ પર ઉતર્યો, 1 કલાકથી 2 કિમી લાંબો ટ્રાફિક જામ

અમદાવાદમાં પોલીસ પરિવારનો આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે

X

રાજ્યમાં છેલ્લા 4-5 દિવસથી પે ગ્રેડ મુદ્દે પોલીસ આંદોલન ચાલી રહી છે. દિવસે-દિવસે હવે આ આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં પોલીસ પરિવારનો આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે. આજે દાણીલીમડા પોલીસ લાઈનમાં મહિલાઓ તેમજ બાળકો હાથમાં થાળી-વેલણ તેમજ પગાર વધારાની માંગના બોર્ડ લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજીતરફ શાહીબાગ હેડક્વાટર ખાતે પણ મહિલાઓ થાળી અને વેલણ લઈને વિરોધ કરવા માટે બહાર આવી છે. ગ્રેડ-પે અમારો હક્ક છે તેવા સુત્રોચાર સાથે મહિલાઓ રોડ પર ઉતરી આવી છે. સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓનો પરિવાર અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં નારા લગાવતો નજરે ચઢ્યો છે. છેલ્લા એક કલાકથી 2 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે મોડીરાત સુધી આંદોલન ચાલ્યું હતું. જ્યારે બીજા દિવસે પણ પોલીસ આંદોલન એલસીબી કચેરીથી શહેરના સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યુ હતુ. મંગળવારે મોટી સંખ્યામા પોલીસ પરિવારની મહિલાઓ સત્યાગ્રહ છાવણી પહોંચી હતી અને ધરણા શરૂ કર્યા હતાં. મોડી રાતે પણ સત્યાગ્રહ છાવણી ખાતે મહિલાઓ જોવા મળી હતી. તેમણે કહ્યુ હતુ કે, ગૃહમંત્રી બાળક માટે બહાર આવે તો પોલીસ માટે કેમ નહિ.? એટલુ જ નહિં પણ ધરણા પર બેઠેલી મહિલાઓએ રાત્રી ભોજન પણ છાવણી ખાતે જ લીધુ હતું અને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પણ ઓછો મળતો ગ્રેડ પે વધારવાની માંગને દોહરાવી હતી.

Next Story