Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પોલીસે રથયાત્રાના રૂટ પર થ્રી ડી મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો,જુઓ શું હોય છે આ ટેકનોલોજી

ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વર્ષે પ્રથમ વખત થ્રી ડી મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો અને રથયાત્રાનારૂટ પર નજર રાખી હતી

X

અમદાવાદમા આયોજિત ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વર્ષે પ્રથમ વખત થ્રી ડી મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો અને રથયાત્રાનારૂટ પર નજર રાખી હતી

ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વખતે પહેલીવાર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી સમગ્ર રથયાત્રાના રુટ પર બાજ નજર રાખી રહી છે. રથયાત્રામાં પ્રથમ વખત 3ડી મેપિંગ કરવામાં આવી છે. આ 3D મેપિંગ માટે 1600 ફૂટની ઉંચાઈથી વિઝ્યુઅલ લેવામાં આવી રહ્યા છે. વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા રથયાત્રા રુટનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ તમામ સ્થળે શું પરિસ્થિતિ છે, તે તમામ માહિતી પોલીસ કંટ્રોલરૂમમાં મેળવી રહી છે. આ સાથે જ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘી આ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ડેશબોર્ડથી મોનિટરિંગ કર્યું હતું. આ સાથે જ પોલીસે હર્ષ સંઘવીને રથયાત્રાનું લાઈવ બતાવી પુરી સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, તે સમજાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, વડોદરામાં હનુમાન જયંતિની રથયાત્રામાં થયેલ પથ્થરમારા બાદ ગુજરાત હાઈકોર્ટે આ પ્રકારના ધાર્મિક તહેવારો કે પછી રથયાત્રાઓનું લાઈવ ડ્રોનથી રેકોર્ડિંગ કરવાનું જણાવ્યું હતું. આ લાઈવ રેકોડિંગના કારણે કોમી રમખાણો કે અન્ય કોઈ ઘટનાને બનતા ટાળી શકાય છે.

Next Story