અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પી.એમ.ને લખાયા પોસ્ટકાર્ડ

અમદાવાદની હીરામણી સ્કૂલના વિદ્યાર્થીઓએ પી.એમ.ને પોસ્ટકાર્ડ લખ્યા હતા દેશભરમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઇ રહી છે

New Update
અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પી.એમ.ને લખાયા પોસ્ટકાર્ડ

દેશભરમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઇ રહી છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદની હીરામણી સ્કૂલના વિદ્યાર્થીઓએ પી.એમ.ને પોસ્ટકાર્ડ લખ્યા હતા દેશભરમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઇ રહી છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવની અલગ અલગ ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદની હીરામણી સ્કૂલ ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ આ મહોત્સવમાં ભાગ લીધો હતો સ્કૂલ ખાતે આજે પી એમ નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા અહીં બાળકોએ આઝાદીના 75 વર્ષ નિમિતે એક કૃતિ પણ બનાવવામાં આવી હતી

રાજ્યભરમાં અલગ અલગ સરકારી અને ખાનગી સ્કૂલોમાં આ અમૃત મહોત્સવ નિમિતે ઉજવણી ઉજવવામાં આવી રહી છે દેશભરની અલગ અલગ સ્કૂલોમાંથી પીએમ નરેન્દ્ર મોદીને 75 લાખ પોસ્ટકાર્ડ અભિયાનની શરૂઆત થઇ છે સ્કૂલના બાળકોને અલગ અલગ વિષય પર પોસ્ટકાર્ડ લખવાનું કહેવામાં આવે છે હીરામની સ્કૂલના બાળકોને સ્વતંત્ર સંગ્રામના નાયકો અને 2047 ના વર્ષનું આપનું સ્વપ્ન કેવું હશે તે બાબતે આ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ અમૃત મહોત્સવ ઉજવણી સ્કૂલોમાં કરવા પાછળનો ઉદેશ બાળકો ભારત અને દેશભક્તિ વિષે વિચારોની આપલે માટે છે..

Latest Stories