અમદાવાદ: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોભાંડનાં આક્ષેપ; દસ હજારમાંથી હજારથી વધુ માકન ભાડા પર

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ થયાના આક્ષેપ, દસ હજાર મકાનમાંથી હજારથી વધુ મકાન ભાડા પર.

New Update
અમદાવાદ: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોભાંડનાં આક્ષેપ; દસ હજારમાંથી હજારથી વધુ માકન ભાડા પર

અમદાવાદ શહેરમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. મ્યુનિ. કોર્પોરેશનના અધિકારી અને કેટલાક અસામાજિક તત્વોની મિલીભગતથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ભાડે આપવામાં આવ્યા છે તેવા આક્ષોપો કરવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં આર્થિક રીતે નબળા લોકો માટે સરકાર દ્વારા જે મકાન બનાવવામાં આવ્યા છે તેમાં પણ હવે કૌભાંડનાં આક્ષેપો થઇ રહ્યા છે. જેમાં AMCના અધિકારી અને કેટલાક અસામાજિક તત્વોની મિલીભગત હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના દસ હજારથી વધુ મકાનમાં 1000થી વધારે મકાન ભાડે આપેલા હોવા છતાં ભાડુઆત સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા અનેક સવાલ ઉભા થયા છે. અમદાવાદ શહેરના ચાંદખેડા, મોટેરા, ગોતા, બોડકદેવ, નિકોલ, વસ્ત્રાલ, વટવા, ઓઢવ જેવા વિસ્તારમાં સરકારી આવાસ યોજના મકાન બનાવવામાં આવ્યા હતા.

જે મકાનો AMCના અધિકારીઓની મીલીભગત ભાડે આપી દેવાનાં આક્ષેપો છે. જોકે, આ કથિત કૌભાંડ બહાર આવતા હાઉસિંગ અને EWS કમિટી દ્વારા સરકારી મકાનમાં ભાડે રહેતા લોકોને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે અને જો મકાન ખાલી ન કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના પણ નોટીસમાં આપવામાં આવી છે. સાથે જ હાઉસિંગ એન્ડ EWS કમિટીના ચેરમેને મકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત પણ કહી હતી.

Latest Stories