Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ, જુઓ કયા કયા મળશે લાભ

"પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના" આજથી અમલમાં, ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 43.84 લાખ પરિવારને મળશે લાભ.

X

અમદાવાદ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા આજ રોજ એક નવી યોજના અમલમાં મુકવામાં આવી જેમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો "પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના" એટલે પી.એમ.જે.એ.વાય નામની આ નવી યોજનાની પ્રાથમિક થી લઇ ગંભીર બીમારીની સારવાર વિના મુલ્યે લઈ શકાશે.આ યોજનાનો શુભારંભ કાર્યક્રમ અમદાવાદની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રાકેશ જોશી,રાજય સરકારના મંત્રી પ્રદીપ પરમાર સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

અગાઉ પણ ગુજરાત સરકાર દ્વારા આવી એક યોજના જે "મા" કાર્ડ કે "મા વાત્સલ્ય" કાર્ડની યોજના અમલમાં મુકવામાં આવી હતી.હવે આ તમામ કાર્ડ આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. આ યોજનામાં સર્જરી,નિદાન માટે લેબોરેટરી રીપોર્ટ,દવાઓ,દાખલ ચાર્જ,દર્દીનો ખોરાક ,ફોલો-અપ ,મુસાફરી ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે "મા વાત્સલ્ય" કાર્ડ માં વાર્ષિક 4 લાખથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગને જ લાભ આપવામાં આવતો હતો. જ્યારે પી.એમ.જે.એ.વાય યોજનામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારના કુલ 43.84 લાખ પરિવાર એટલે કે 2.2 કરોડ લોકોને લાભ મળશે. કોમન સર્વિસ સેન્ટર,ઇ-ગ્રામ, એન.કોડ.એજન્સી યોજના સાથે હોસ્પિટલ પરથી કાર્ડ કઢાવી શકાશે.આ યોજના થી પ્રતિ વર્ષ 5 લાખ સુધીની સારવાર વિના મુલ્યે કરી શકાશે.સાથે સાથે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જવા માટે ભાડા પેટે રુપિયા 300 ની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Next Story